<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

પ્રથમ ધરપકડ પ્રક્રિયામાં ચૂક હોય તો પણ પોલીસને બીજી વખત ધરપકડનો અધિકાર

જઘન્‍ય અપરાધમાં ન્‍યાયિક તપાસને અવરોધવાના હેતુથી ઢાલ તરીકે પ્રક્રિયાનો ઉપયોગ થઈ શકે નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્‍હી,તા.૧૭: સંગઠિત ગુનાખોરીના કેસમાં ચાર આરોપીએ ધરપકડથી બચવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી ફગાવી દેતાં ઠરાવ્‍યુ હતું કે, ગુનાની તપાસ દરમિયાન આરોપીની ધરપકડની પ્રક્રિયામાં પોલીસ તરફથી કોઈ ચૂક રહી ગઈ હોય તો પણ કાનૂની જરૂરિયાતો પૂર્ણ કરીને ફરી ધરપકડ કરવાનો પોલીસને અધિકાર છે.

કોર્ટે નોંધ્‍યું હતું કે, ફોજદારી કાનૂન અન્‍વયે સ્‍વતંત્રતાના રક્ષણ માટે પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. જો કે જઘન્‍ય અપરાધના કેસમાં ન્‍યાયિક તપાસને અવરોધવાના હેતુથી ઢાલ તરીકે આ જોગવાઈનો ઉપયોગ થઈ શકે નહીં.

સુપ્રીમ કોર્ટના જસ્‍ટિસ સ્‍વર્ણા કાંતા શર્માએ, સંગઠિત ગુનાખોરીના કેસમાં ચાર આરોપીઓની અરજી ફગાવી હતી. સાથે પ્રક્રિયામાં રહેલી ક્ષતિ દૂર થઈ હોય તો ફરી તેમની ધરપકડ કરવાની પોલીસને સત્તા હોવાનું ઠરાવ્‍યુ હતું.

પ્રસ્‍તુત કેસની વિગતો મુજબ, સુનિલ જૈનની હત્‍યામાં અનવર ખાન, હાસિમ બાબા, સમીર અને ઝોયા ખાનની ધરપકડ થઈ હતી. અરજદાર તરફથી રજૂઆત થઈ હતી કે, સ્‍પેશિયલ કોર્ટે ૧૩ મેના રોજ તેમની પ્રથમ ધરપકડ માટે કોઈ કારણ ન હોવાનું ઠરાવ્‍યુ હતું. આરોપીઓની ધરપકડ માટે નક્કર પુરાવા નહીં હોવાથી સ્‍પેશિયલ કોર્ટે તેમને મુક્‍ત કર્યા હતા અને નવા પુરાવા વગર ફરી ધરપકડ સામે રોક ફરમાવી હતી.

આરોપીઓએ રજૂઆત કરી હતી કે, પૂરતા પુરાવા વગર ફરી ધરપકડ કરી પોલીસે બંધારણની કલમ ૨૧ અને ૨૨ હેઠળ મળેલા અધિકારનો ભંગ કર્યો છે. પોલીસ તરફથી દલીલ થઈ હતી કે, મકોકાના કેસમાં અગાઉ તકનીકી ચૂકના કારણે આરોપીઓને મુક્‍તિ મળી હતી. આરોપીઓ સામે પૂરતા પુરાવા અને પ્રક્રિયામાં ક્ષતિ ન હોવાથી તેમની ફરી ધરપકડ થઈ શકે છે. 

(11:54 AM IST)