<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

વાહ રાજકોટ...સ્‍વચ્‍છતામાં સમગ્ર દેશમાં ૧૯માં ક્રમે

સ્‍વચ્‍છ સર્વેક્ષણ ર૦ર૪-રપ માં રાજકોટ ગુજરાતમાં ત્રીજા ક્રમેઃ સીટીઝન ફીડબેકમાં રાષ્‍ટ્રીય કક્ષાએ ચોથા નંબરેઃ ગત વર્ષે ભારતભરમાં રાજકોટ ૩૭માં ક્રમે હતુઃ આ વર્ષે ૧૮ ક્રમનો કુદકો લગાવી ચોખ્‍ખાઇમાં આગળ વધ્‍યુ

 

 

રાજકોટ, તા., ૧૭ : આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫ અંતર્ગત રાજકોટ શહેરને સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ અને સમગ્ર ભારતના ૪૫૮૯ૅ શહેરોમાંથી ૧૯મો રેન્‍ક પ્રાપ્ત થયેલ છે, જે ગયા વર્ષે ૩૭ મો રેન્‍ક હતો. રાજકોટ શહેરને ૩ સ્‍ટાર ગાર્બેજ ફ્રી સીટી તથા વોટર પ્‍લસ સીટી સર્ટીફીકેટ મેળવેલ છે. સીટીઝન ફીડબેકમાં સમગ્ર દેશમાં રાજકોટને ચોથો ક્રમ પ્રાપ્ત થયેલ છે, તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિ ચેરમેનશ્રી નિલેશ જલુએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું.

સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪- ૨૦૨૫ અંતર્ગત રાજકોટ શહેરને સ્‍વચ્‍છ સર્વેક્ષ્ણ - ૨૦૨૪- ૨૦૨૫ માં કુલ ૧૨૫૦૦ માર્ક્‍સ માંથી ૧૦૬૩૪ માર્ક્‍સ મેળવેલ છે જેમાં સર્વેક્ષણની કેટેગરી હેઠળ ૧૦૦૦૦ માંથી ૮૬૩૪ માર્ક્‍સ મેળવેલ તથા સર્ટીફીકેશનની કેટેગરી  હેઠળ ૨૫૦૦માંથી ૨૦૦૦ માર્ક્‍સ મેળવેલ.

સ્‍વચ્‍છ સર્વેક્ષ્ણની શરૂઆત વર્ષ ૨૦૧૬થી થયેલ હતી ત્‍યારે ભારતના કુલ ૭૩ શહેરોએ ભાગ લીધેલ હતા વર્ષ ૨૦૨૪ - ૨૦૨૫ માં ભારતના કુલ ૪૫૮૯ ૅ શહેરોએ ભાગ લીધેલ હતો વર્ષ ૨૦૨૪ -૨૦૨૫ ના સ્‍વચ્‍છ સર્વેક્ષ્ણની થીમ રિયુઝ, રીડ્‍યુઝ, રીસાયકલ હતી સ્‍વચ્‍છ સર્વેક્ષણ -૨૦૨૪ -૨૦૨૫ એૅિલ ૨૦૨૪- થી એપ્રિલ -૨૦૨૫ સુધી ૪ તબક્કામાં યોજવામાં આવેલ જે અંતર્ગત ૧ તથા ૨ તબક્કામાં શહેરોના નાગરિકો પાસેથી સફાઈ અંગેના ફીડબેક લેવામાં આવેલ. ૩ તબક્કામાં બલ્‍ક વેસ્‍ટ જનરેટર દ્વારા પોતાના કચરાનું યોગ્‍ય પ્રોસેસિંગ કરવાનું થતું હતું. ૪ તબક્કામાં ઓન ગ્રાઉન્‍ડ વેરીફીકેશન હાથ ધરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાને સ્‍વચ્‍છ સર્વેક્ષ્ણ - ૨૦૨૪-૨૫માં સીટી રીપોર્ટ કાર્ડ મુજબ રહેણાંક વિસ્‍તારની સફાઈમાં ૧૦૦ ્રુ વોટર બોડીઝની સફાઈમાં ૧૦૦ ્રુ વેસ્‍ટ જનરેશન એન્‍ડ પ્રોસેસિંગમાં ૧૦૦ ્રુ ડમ્‍પસાઈટ રેમીડીએશનમાં ૧૦૦ ્રુ, માર્કેટ એરિયામાં સફાઈમાં ૯૭ ્રુ, ડોર ટુ ડોર કલેક્‍શન ૯૫ ્રુ,  જાહેર શૌચાલયની સફાઈ માં ૯૦ ્રુ સોર્સ સેગ્રીગેશન - ૭૮ ્રુ  પ્રાપ્ત થયેલ છે.

સ્‍વચ્‍છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટ ત્રીજા ક્રમે અને સીટીઝન ફીડબેકમાં સમગ્ર દેશમાં રાજકોટ ચોથા ક્રમે આવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા સહીત તમામ અધિકારીઓ-કર્મચારીઓને અને શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશ જલુએ શુભેચ્‍છા પાઠવી હતી.  (૪.૨૨)

 

 

(4:28 PM IST)