<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ટ્રમ્‍પ ૧૮ સપ્‍ટેમ્‍બરે પાકિસ્‍તાનની મુલાકાતે?

પાકિસ્‍તાની મીડિયાનો દાવો

ઇસ્‍લામાબાદ, તા.૧૭: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આગામી સપ્‍ટેમ્‍બર મહિનામાં પાકિસ્‍તાનની મુલાકાત લઈ શકે છે. આ દાવો પાકિસ્‍તાની મીડિયામાં કરવામાં આવ્‍યો છે. પાકિસ્‍તાનના સમા ટીવીએ રાજદ્વારી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્‍યો છે કે ટ્રમ્‍પ ૧૮ સપ્‍ટેમ્‍બરે પાકિસ્‍તાનની મુલાકાત લેવાની યોજના ધરાવે છે. આ સમય દરમિયાન તેઓ ભારતની પણ મુલાકાત લઈ શકે છે. ભારત સપ્‍ટેમ્‍બરમાં ક્‍વાડ નેતાઓની સમિટનું આયોજન કરવાનું છે, જે દરમિયાન ટ્રમ્‍પ નવી દિલ્‍હીની મુલાકાત લે તેવી શકયતા છે.

(3:50 PM IST)