<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

મેડિકલ જગતમાં ચમત્કાર: જાપાને બનાવ્યું 'આર્ટિફિશિયલ બ્લડ', કોઈ પણ બ્લડ ગ્રુપ માટે કામ કરશે!

WHO અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે 11.2 કરોડ યુનિટ બ્લડ ડોનેટ થાય છે, પરંતુ તેનાથી લોહીની અછત પૂરી થતી નથી. આ આર્ટિફિશિયલ બ્લડ આ અછતને પૂરી કરશે

નવી દિલ્હી : અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, 'બ્લડ' કોઈ બનાવી શકતું નથી, પરંતુ હવે આ વાત ભૂતકાળ બની ગઈ છે! જાપાનના વૈજ્ઞાનિકોએ એક અદભૂત આર્ટિફિશિયલ બ્લડ બનાવ્યંક છે, જે મેડિકલ ક્ષેત્રે એક મોટો 'ગેમચેન્જર' સાબિત થઈ શકે છે. આ કૃત્રિમ રક્તની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ પણ બ્લડ ગ્રુપ માટે સમાન રીતે કાર્ય કરશે, એટલે કે તેને કોઈ પણ બ્લડ ગ્રુપના દર્દીને ચઢાવી શકાશે.
 
આર્ટિફિશિયલ બ્લડની વિશેષતાઓ અને બનાવવાની પ્રક્રિયા
વિશ્વભરમાં દર વર્ષે લોહીની અછતને કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે, પરંતુ હવે આર્ટિફિશિયલ બ્લડ આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.
•    'હિમોગ્લોબિન વેસિકલ્સ': જાપાને જાંબલી રંગનું આ આર્ટિફિશિયલ બ્લડ બનાવ્યું છે, જેને હિમોગ્લોબિન વેસિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કૃત્રિમ રક્ત શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોંચાડી શકે છે.
•    નિર્માણ પ્રક્રિયા: જાપાનની નારા મેડિકલ યુનિવર્સિટીમાં પ્રોફેસર હિરોમી સાકાઈ અને તેમની ટીમે આ શોધો કરી છે. આ બ્લડ બનાવવા માટે, જૂના કે એક્સપાયર થયેલા ડોનેટ કરાયેલા લોહીમાંથી હિમોગ્લોબિન કાઢવામાં આવે છે. ત્યારબાદ આ હિમોગ્લોબિનને નેનો-આકારની લિપિડ મેમ્બ્રેનમાં લપેટવામાં આવે છે.
 
કેવી રીતે બનશે ગેમચેન્જર?
•    લોહીની અછત પૂરશે: WHO અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે 11.2 કરોડ યુનિટ બ્લડ ડોનેટ થાય છે, પરંતુ તેનાથી લોહીની અછત પૂરી થતી નથી. આ આર્ટિફિશિયલ બ્લડ આ અછતને પૂરી કરશે, કારણ કે તે કોઈ પણ બ્લડ ગ્રુપમાં વાપરી શકાય છે.
•    ઇમરજન્સીમાં ઉપયોગી: આ કૃત્રિમ રક્તને રૂમ ટેમ્પરેચર પર પણ સ્ટોર કરી શકાય છે અને તેને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે, જેના કારણે તે કટોકટીની પરિસ્થિતિઓમાં ખૂબ ઉપયોગી થશે.
•    સમય બચાવશે: કોઈને પણ લોહી આપતા પહેલા ડોનરનું લોહી લઈને બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવે છે, પરંતુ આ આર્ટિફિશિયલ બ્લડે આ ઝંઝટને પણ સમાપ્ત કરી દીધી છે, કારણ કે તે કોઈ પણ બ્લડ ગ્રુપને આપી શકાય છે.
•    સર્જરીમાં ઉપયોગ: વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલું આ લોહી હૃદયની સર્જરી, અંગ પ્રત્યારોપણ જેવી પરિસ્થિતિઓમાં, જ્યાં લોહીની તાત્કાલિક અને વધુ જરૂર હોય છે, ત્યાં તુરંત લોહી ઉપલબ્ધ કરાવી શકશે.

આ શોધો મેડિકલ સાયન્સમાં એક ક્રાંતિકારી પગલું છે, જે ભવિષ્યમાં લાખો લોકોના જીવન બચાવવામાં મદદરૂપ થશે.

 

(10:09 PM IST)