News of Friday, 18th July 2025
ડિજિટલ ધરપકડ કેસમાં દેશમાં પહેલી સજાઃ આરોપીને ૭ વર્ષની કેદ
ડિજિટલી ધરપકડ કરનાર અને જેલમાં મોકલવાની ધમકી આપનાર અને CBI અધિકારી હોવાનો દાવો કરીને ૮૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ગુનેગારને સજા

લખનૌ તા.૧૮: દેશમાં ડિજિટલ ધરપકડનાં કેસમાં પહેલી વાર સજા કરવામાં આવી છે. વાસ્તવમાં ધ્ઞ્પ્શ્ ના સિનિયર ડોક્ટર સૌમ્યા ગુપ્તાને ૧૦ દિવસ માટે ડિજિટલી ધરપકડ કરનાર અને જેલમાં મોકલવાની ધમકી આપનાર અને ઘ્ગ્ત્ અધિકારી હોવાનો દાવો કરીને ૮૫ લાખ રૂપિયાની છેતરપિડી કરનાર ગુનેગાર દેવાશીષને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ગુરુવારે સ્પેશિયલ CJM કસ્ટમ્સ અમિત કુમારે આ સજા સંભળાવી હતી. સાયબર પોલીસ સ્ટેશન લખનૌથી કેસની તપાસ કરનારા અને કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ પુરાવા રજૂ કરનારા ઇન્સ્પેક્ટર બ્રજેશ કુમાર યાદવનો દાવો છે કે, ૧૪ મહિનામાં દેશમાં ડિજિટલ ધરપકડના કેસમાં આ પહેલી સજા છે. દેવાશીષ મૂળ આઝમગઢના અજમતગઢના મસૌનાનો રહેવાસી છે
ફરિયાદ અધિકારી મશીન્દ્ર ચૌહાણે કોર્ટને જણાવ્યું કે, ૧૫ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ડો. સૌમ્યા ગુપ્તા KGMU માં ફરજ પર હતા. આ દરમિયાન દેવાશીષે તેમને ફોન કર્યો. તેમણે કસ્ટમ વિભાગના અધિકારી તરીકે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે, તેઓ ઈન્દિરા ગાંધી એરપોર્ટ દિલ્હીથી બોલી રહ્યા છે. તેમના નામે કાર્ગો બુકમાં કેટલાક નકલી પાસપોર્ટ, ATM કાર્ડ, ૧૪૦ ગ્રામ MDM મળી આવ્યા છે જે ગુનાની શ્રેણીમાં આવે છે. દેવાશીષે ધમકી આપી અને કોલ બીજા કોઈને ટ્રાન્સફર કર્યો અને કહ્યું કે, હવે CBI અધિકારીઓ વાત કરશે.
આ પછી નકલી CBI અધિકારીએ તેણીને ધમકી આપી અને કહ્યું કે, તેણીને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સૌમ્યા ગુપ્તાએ તે વ્યક્તિને કહ્યું હતું કે, કાર્ગોમાં મળેલા સામાન સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમ છતાં તે વ્યક્તિએ તેણીને ધમકી આપીને તેના બેંક ખાતા, પાન નંબર અને બધી સંપત્તિની વિગતો લીધી અને ૮૫ લાખ રૂપિયા ચાર અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. તેણીને ૨૫ એપ્રિલ સુધી ૧૦ દિવસ માટે ડિજિટલી ધરપકડ કરવામાં આવી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) કમલેશ કુમાર દિક્ષિતે જણાવ્યું હતું કે, સાયબર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બ્રજેશ કુમાર યાદવ કેસની તપાસમાં રોકાયેલા હતા અને તેમની ટીમે કોર્ટમાં કેસની સતત હિમાયત કરી હતી. કોર્ટમાં ઇલેક્ટ્રોનિક અને વૈજ્ઞાનિક પુરાવા મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
-કોર્ટે તેને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને 66D અને IT એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો.
-કલમ ૪૧૯ હેઠળ બે વર્ષની કેદ અને બે હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો.
-કલમ ૪૨૦: પાંચ વર્ષની કેદ અને ૩ હજાર રૂપિયા દંડ.
-કલમ ૪૬૭: સાત વર્ષની કેદ અને ૫,૦૦૦ રૂપિયા દંડ.
-કલમ ૪૬૮: પાંચ વર્ષની કેદ અને ૩ હજાર રૂપિયા દંડ.
-કલમ ૪૭૧: સાત વર્ષની કેદ અને ૫ હજાર રૂપિયાનો દંડ.
-કલમ 66D IT એક્ટ બે વર્ષની કેદ અને ૫૦,૦૦૦ રૂપિયા દંડ.(૩૮.૫)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
