<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘેર EDની મોટી રેડ

કાર્યવાહી રાજ્‍યના પ્રખ્‍યાત દારૂ કૌભાંડ અને મહાદેવ બેટિગ એપ સાથે સંબંધિત

 

નવી દિલ્‍હી તા.૧૮: એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ શુક્રવારે સવારે છત્તીસગઢના પૂર્વ મુખ્‍યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્‍યા છે. EDની રેડ સવારે લગભગ ૬ વાગ્‍યાથી ચાલુ છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ કાર્યવાહી રાજ્‍યના પ્રખ્‍યાત દારૂ કૌભાંડ અને મહાદેવ બેટિગ એપ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર, EDની ટીમ ૩ વાહનોમાં ભિલાઈ ૩ સ્‍થિત ભૂપેશ બઘેલના નિવાસસ્‍થાને પહોંચી.

કેન્‍દ્રીય તપાસ એજન્‍સી સાથે મોટી સંખ્‍યામાં CRPF જવાનો પણ હાજર છે. ભૂપેશ બઘેલે આરોપ લગાવ્‍યો કે તેમણે આજે વિધાનસભામાં અદાણી માટે તમનારમાં કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો ઉઠાવવાનો હતો. એટલા માટે ED તેમના ઘરે આવી છે. ભૂપેશ બઘેલે પોતે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર એક પોસ્‍ટ દ્વારા EDના દરોડા વિશે માહિતી આપી.

તેમણે X પર લખ્‍યું, ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્‍લો દિવસ છે. અદાણી માટે તમનારમાં કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો આજે ઉઠાવવાનો હતો. ભિલાઈ નિવાસમાં સાહેબૅએ ચ્‍ઝ મોકલી દીધી છે. ED ની ટીમ હજુ પણ ભિલાઈમાં બઘેલના નિવાસસ્‍થાને દરોડાની કાર્યવાહી કરી રહી છે. ED દારૂ કૌભાંડ અને મહાદેવ બેટિગ એપ જેવા કેસોની તપાસ કરી રહી છે.

ED એ રાયપુર તેમજ અન્‍ય કેટલીક જગ્‍યાએ દરોડા પાડ્‍યા છે. ED ની સાથે, ભૂપેશ બઘેલ સામે પણ CBI ની તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે થોડા મહિના પહેલા, મહાદેવ બેટિગ એપ કૌભાંડમાં CBIએ ભૂપેશ બઘેલને આરોપી બનાવ્‍યા હતા. CBI એ કહ્યું હતું કે તે પણ લાભાર્થીઓમાંના એક હતા. CBI એ કહ્યું હતું કે બઘેલ કૌભાંડના લાભાર્થીઓમાંના એક છે. FIR માં ૧૯ નામાંકિત આરોપીઓમાંથી બઘેલને છઠ્ઠા આરોપી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્‍યા છે. CBI એ મહાદેવ બેટિગ એપ કૌભાંડમાં નોંધાયેલી FIRમાં છઠ્ઠા આરોપી તરીકે છત્તીસગઢના પૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલનું નામ આપ્‍યું હતું.(૩૮.૮)

 

(9:47 AM IST)