<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

પંખાથી લટકી અપઘાતનો વીડિયો બનાવ્‍યો

યુવાને દેવાનું દબાણ અને પત્‍નીના અફેરની શંકાએ જીવન ટૂંકાવ્‍યું

 

 

નવી દિલ્‍હી,તા.૧૮: છેલ્‍લા અનેક સમયથી દેશભરમાંથી અપઘાતના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં પણ એવો જ એક ચોંકાવનારો કિસ્‍સો જોવા મળ્‍યો છે, જેમાં દિલ્‍હીના એક યુવકે વીડિયો બનાવી અપઘાત કર્યો છે. ગુરુવારે દિલ્‍હીના નિહાલ વિહાર વિસ્‍તારમાં વિકાસ નામના એક યુવકે આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ આત્‍યંતિક પગલું ભરતા પહેલા, તેણે પોતાનો એક વીડિયો બનાવ્‍યો હતો આને સ્‍ટેટમેન્‍ટ રેકોર્ડ કર્યું હતું. વીડિયોમાં તેણે પોતાનું જીવન ટૂંકાવવાના કારણો સમજાવ્‍યા. તેણે આ કૃત્‍યનો ફોન પર વીડિયો પણ બનાવ્‍યો. હતો, વીડિયોમાં, વિકાસે આરોપ લગાવ્‍યો કે તે દેવાના બોજ હેઠળ દબાઈ ગયો છે અને આ સમય દરમિયાન તેની પત્‍ની તેમના ચાર વર્ષના બાળક સાથે તેને છોડીને જતી રહી હતી. તેને શંકા હતી કે તે શાકિબ નામના બીજા પુરુષ સાથે સંબંધમાં છે.

વિકાસે દાવો કર્યો હતો કે આ પરિસ્‍થિતિ તેના માનસિક સ્‍વાસ્‍થ્‍ય પર ગંભીર અસર કરી હતી, જેના કારણે તેણે આ નિર્ણય લીધો હતો. સિલિગ ફેનથી લટકતા પહેલા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં, વિકાસે કહ્યું હતું કે તે તેની પત્‍નીને પ્રેમ કરતો હતો પરંતુ લોકો ખોટી રીતે માનતા હતા કે તે તેને ત્રાસ આપે છે. તેણે વધુમાં દાવો કર્યો હતો કે તેણે તેની પત્‍નીને શાકિબ સાથે ઘણી વખત જોઈ હતી, જેના પર તેણે અનેક સાયબર ગુનાઓમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્‍યો હતો. તેની અંતિમ ઇચ્‍છા વ્‍યક્‍ત કરતા, વિકાસે માગ કરી હતી કે તેના મૃત્‍યુ પછી, તેના ચાર વર્ષના પુત્રની કસ્‍ટડી તેના માતાપિતાને આપવામાં આવે. તેણે જણાવ્‍યું હતું કે તેની પત્‍ની તેની માતા સાથે ભાડાના મકાનમાં રહેતી હતી અને બાળકને યોગ્‍ય રીતે ઉછેરવા માટે તેની પાસે સ્‍થિર આવકનો અભાવ હતો. વીડિયોમાં, વિકાસે દારૂના નશામાં તેની પત્‍ની સાથે દુર્વ્‍યવહાર કરવાની કબૂલાત પણ કરી હતી. અહેવાલો અનુસાર, પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો હતો.(૪૦.૧૧)

(10:00 AM IST)