<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

દિલ્‍હીમાં AAPના મોટા નેતાઓ પર EDએ ધોકો પછાડયોઃ ૬૦૦૦ કરોડના કૌભાંડમાં ત્રણ કેસ નોંધાયા

હોસ્‍પિટલો, આશ્રય ગૃહોના નિર્માણ અને સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્‍ટસમાં મોટી ગેરરીતિઓના સંકેતો

નવી દિલ્‍હી, તા.૧૮: કેન્‍દ્રીય તપાસ એજન્‍સી ED એ દિલ્‍હીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ ત્રણ એન્‍ફોર્સમેન્‍ટ કેસ ઇન્‍ફર્મેશન રિપોર્ટ્‍સ નોંધ્‍યા છે. ECIR ને સામાન્‍ય રીતે FIR ની સમકક્ષ ગણવામાં આવે છે. આ અહેવાલો AAP સરકાર દરમિયાન ત્રણ અલગ અલગ પ્રોજેક્‍ટ્‍સમાં નાણાકીય અનિયમિતતાઓ સાથે સંબંધિત છે. ઇન્‍ડિયા ટુડેના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્‍યું છે કે AAP નેતાઓની ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવે તેવી શકયતા છે. આમાં પૂર્વ આરોગ્‍ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્‍યેન્‍દ્ર જૈન સામે સમન્‍સ જારી કરી શકાય છે. આ પહેલા સત્‍યેન્‍દ્ર જૈન બીજા એક મની લોન્‍ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં હતા. હાલમાં તે જામીન પર બહાર છે.

ED સૂત્રોના જણાવ્‍યા અનુસાર, એવો આરોપ છે કે AAP સરકાર દરમિયાન, દિલ્‍હીમાં હોસ્‍પિટલોના નિર્માણ માટે ફાળવવામાં આવેલા બજેટમાં વ્‍યાપક ગેરરીતિઓ કરવામાં આવી હતી, જેના કારણે સરકારને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત, શેલ્‍ટર હોમ (રેન બસેરા) યોજના હેઠળ બેઘર લોકો માટે બનાવવામાં આવી રહેલા શેલ્‍ટર હોમના પ્રોજેક્‍ટ્‍સમાં કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવે છે, બાંધકામની ગુણવત્તા અને ખર્ચ પર શંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે. જ્‍યારે રાજધાનીમાં જાહેર સલામતી માટે સ્‍થાપિત સીસીટીવી કેમેરા પ્રોજેક્‍ટમાં, સાધનોની ખરીદી, સ્‍થાપન અને ચુકવણી પ્રક્રિયામાં મોટી ગેરરીતિઓના આરોપો છે

(3:05 PM IST)