<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

UAEમાં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી હોટેલ બેડરૂમથી જ અડધું દુબઈ નિહાળી શકશો

દુબઈ, તા.૧૮: દુબઈ દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બાદ હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ પણ ખોલવા જઈ રહ્યું છે. આ હોટલ એટલી શાનદાર અને ઊંચી હશે કે, અહીંના રૂમના બેડમાંથી જ અડધું દુબઈ દેખાશે. આ હોટલનું નામ છે Ciel Tower.

આ આલિશાન હોટલમાં ૧૦૦૪ રૂમ હશે, ૧૪૭ લક્‍ઝરી સ્‍વીટ હશે. આ હોટલમાં Sky Lounge ૮૧માં માળ પર, Sky Pool અને ૭૬માં માળ પર અને મુખ્‍ય Tattu રેસ્‍ટોરન્‍ટ ૭૪માં માળ પર હશે. 

અહીં એક સ્‍કાઇ રેસ્‍ટોરન્‍ટ પણ હશે. આ સિવાય ૧૨ માળના Atrium Sky Garden પણ બનાવવામાં આવશે.

આ હોટલના રૂમનું ઈન્‍ટિરિયર ખૂબ જ શાનદાર હશે. જે મુજબ, ત્‍યાં રોકાવાનું એક રાતનું ભાડું પણ એટલું જ મોટું હશે. Ceil Towerના ગાર્ડનમાં નેચરલ વેન્‍ટિલેશન અને ગ્રીન લેન્‍ડસ્‍કેપ પણ હશે.

હાલ, આ હોટલની માહિતી બહાર આવ્‍યા બાદ લોકો આ રેસ્‍ટોરન્‍ટના ફોટો, વીડિયો જોવા માટે પણ ઉત્‍સાહિત છે.

(3:43 PM IST)