હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્ય સરકારે જન્માષ્ટમીના લોકમેળાને લીલી ઝંડી : SOPના કડક નિયમોમાં અપાઈ છૂટછાટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મેળા આયોજકોને મોટી રાહત!
જિલ્લા કલેક્ટરોને લોકમેળાના આયોજન માટે સત્તા અપાઈ : ૯૦ દિવસ સુધીના લાયસન્સ મળી શકશે : RRC ફાઉન્ડેશનને બદલે સોઈલ ટેસ્ટ રિપોર્ટ માન્ય, જેનાથી ખર્ચ અને સમયનો થશે બચાવ : મેળાના ચાહકોમાં આનંદનો માહોલ

રાજકોટ : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન યોજાતા લોકમેળાઓને લઈને મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને વિવાદોનો અંત લાવતા, લોકમેળાના આયોજન માટેના નિયમોમાં છૂટછાટ સાથે મંજૂરી આપી દીધી છે. રાજકોટના મેળાને લઈને ખાસ કરીને જે વિવાદ થયો હતો, તેનો અંત આવતા હવે રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને છૂટછાટ સાથે સત્તા આપી છે.
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. અત્યાર સુધી મેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તેને લઇ સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકારે કડક SOP (Standard Operating Procedure) ઘડી હતી. છેલ્લા બે વર્ષથી આ SOPના કડક નિયમો હોવાથી રાજકોટના લોકમેળાને લઈને ઘણી અટકળો તેજ થઇ હતી. લોકમેળાના ફોર્મ ભરવાની ત્રીજી મુદ્દત પૂર્ણ થઈ હોવા છતાં રાઈડ્સના ફોર્મ ન ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું, જેની પાછળનું મુખ્ય કારણ સખત SOP હોવાનું જણાવાયું હતું.
જોકે, હવે રાજ્ય સરકારે લોકમેળાને લઈને SOPના નિયમો હળવા કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે લોકમેળાના આયોજકો સહિતના લોકોને મોટી રાહત મળશે. નવા નિયમો મુજબ, મેળા માટે હવે ૯૦ દિવસનું લાયસન્સ મળી શકશે, જ્યારે આનંદ મેળાના કિસ્સામાં સમય મર્યાદા ૩૦ દિવસની કરાઈ છે.
રાજ્યમાં SOPના કડક નિયમોને કારણે રાજકોટમાં લોકમેળો યોજાશે કે નહીં તેવા અનેક સવાલો ઉઠી રહ્યા હતા. આખરે રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કરતા આયોજકો અને મેળાના ચાહકોએ રાહત અનુભવી છે. સૌથી મહત્વની છૂટછાટ એ છે કે, હવે મેળામાં સ્થાપિત કરાતી દુકાનો-સ્ટોલમાં RRC (રિટ્રોફિટેડ રોલર કોમ્પેક્ટેડ) ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. તેના બદલે, હવે સોઈલ ટેસ્ટ રિપોર્ટને માન્ય રાખવામાં આવશે. આનાથી આયોજકોને થતો મોટો ખર્ચ અટકશે અને સમયનો વ્યય પણ નહીં થાય. આ નિર્ણયથી મેળાના આયોજનમાં ગતિ આવશે અને પરંપરાગત ઉત્સાહ સાથે મેળાઓ યોજાઈ શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
