હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીને EV બેટરી ટેકનોલોજીની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
ચીને ભારત સહિત વિશ્વભરનું વધાર્યું સંકટઃઈવીની માંગમાં વધારો થઈ રહ્યા છે ત્યારે ચીને વિશ્વભરને સાથ આપવાના બદલે ઈવી ગ્રોથને નીચે પાડવા જેવો નિર્ણય લીધો છે

બેઈજીંગ, તા.૧૮
વિશ્વભરના અનેક દેશો સ્વાસ્થ્ય-પર્યાવરણ માટે ફાયદાકારક ઈલેક્ટ્રિક વાહનો (EV)ના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત રહ્યા છે, ભારત સહિત વિશ્વભરમાં ઈવીની માંગમાં ધરખમ વધારો થઈ રહ્યા છે, ત્યારે ચીને વિશ્વભરને સાથ આપવાના બદલે ઈવી ગ્રોથને નીચે પાડવા જેવો નિર્ણય લીધો છે. ચીને ઈવી બેટરીના ઉત્પાદન અને લિથિયમ પ્રોસેસિંગ સંબંધીત મહત્ત્વની ટેકનોલોજીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ડ્રેગનના આ નિર્ણયના કારણે ભારત સહિત તે દેશોનું ઈવી ઉત્પાદન ધીમું પડી શકે છે, જેઓ આ ટેકનેલોજી માટે ચીન પર નિર્ભર રહે છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયના સત્તાવાર જાહેરાત કરી છે કે, 'હવે દેશની કોઈપણ કંપનીએ ઈલેક્ટ્રિક વાહનોની બેટરીઓ સંબંધીત અદ્યતન ઉત્પાદન ટેકનોલોજી અન્ય દેશોમાં નિકાસ કરતા પહેલા ચીન સરકારની મંજૂરી લેવી જરૃરી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ જ તેઓ ટેકનોલોજીની નિકાસ કરી શકે છે.' એટલે કે હવે વિદેશી કંપનીઓ અથવા ભાગીદારો સીધું જ ચીનથી ટેકનોલોજી નહીં ખરીદી શકે, તે માટે તેમણે ચાઈનીઝ સરકારની મંજૂરી લેવી પડશે. ચીને ટેકનોલોજી નિકાસ પર કડકાઈથી પ્રતિબંધ લગાવ્યો હોય તેવું પહેલીવાર બન્યું નથી. અગાઉ ચીને ઈવી, ઈલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સેક્ટરમાં ઉપયોગ થતા 'રેયર અર્થ મટિરિયલ્સ' અને 'મેગ્નેટ્સ'ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ચીને Lithium Iron Phosphate (LFP) બેટરીની ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. LFT બેટરી સસ્તી, ઝડપી ચાર્જ થતી અને સુરક્ષિત મનાય છે. ૨૦૨૩ના ડેટા મુજબ LFT બેટરીનું ઉત્પાદનમાં ચીનની ભાગીદારી ૯૪ ટકા અને લિથિયમ પ્રોસેસિંગમાં ૭૦ ટકા હતી. ડેટા પરથી સ્પષ્ટ જોવા મલી રહ્યું છે કે, ઈવી બેટરી મામલે લગભગ ચીનનું 'એકહથુ શાસન' છે અને હવે તેણે પોતાની મોનોપોલી જાળવી રાખવા માટે ટેકનોલોજી નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ આંકડાઓમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનો અને પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો બંનેનો સમાવેશ થાય છે. ૨૦૨૪ના અંત સુધીમાં વિશ્વભરમાં રસ્તાઓ પર ઈલેક્ટ્રિક વાહનોનો કુલ સ્ટોક લગભગ ૫૮ મિલિયન (૫.૮ કરોડ) સુધી પહોંચી ગયો છે. આ કુલ પેસેન્જર કાર ફ્લીટના લગભગ ૪ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
૨૦૨૪માં વૈશ્વિક સ્તરે ૧.૭ કરોડથી વધુ ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી, જે ૨૦૨૩ કરતાં ૨૫ટકાથી વધુનો વધારો દર્શાવે છે. ૨૦૨૪માં વેચાયેલી વધારાની ૩.૫ મિલિયન કાર્સ ૨૦૨૦માં વેચાયેલી કુલ ઇલેક્ટ્રિક કાર કરતાં પણ વધુ છે. ૨૦૨૪માં વૈશ્વિક સ્તરે વેચાતી નવી કારમાંથી ૨૦ટકાથી વધુ ઈલેક્ટ્રિક હતી. ૨૦૨૫માં આ આંકડો ૨૫ ટકાને વટાવી જવાની અપેક્ષા છે. ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં EV વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
