તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
એક તરફી પ્રેમમાં ભાન ભૂલ્યો બનેવીઃ સાળીએ ભાવ ન આપ્યો, રોમાન્સમાં બાળકો આડે આવતા જંગલમાં લઈ જઈ ગળા કાપી નાખ્યા
મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

સિવની તા.૧૯: મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બનેવીએ બે બાળકોની મા જે તેને સંબંધમાં સાળી થતી હતી, તેની સાથે એકતરફી પ્રેમ થઈ ગયો. પ્રેમમાં પાગલ આ માસાએ એવો કાંડ કર્યો કે, જાણીને તમે પણ ચોંકી જશો.
હકીકતમાં જોઈએ તો, પૂજા ઢાકરિયાના લગ્ન લગભગ ૧૧ વર્ષ પહેલાં છિદવાડાના ધર્મેન્દ્ર ઢાકરિયા સાથે થયા હતા. ત્યાર બાદ બંનેને બે બાળકો મયંક અને દિવ્યાંશ થયા. મહિલાનો પતિ છિદવાડામાં મજૂરી કરતો હતો. બંનેની વચ્ચે હંમેશા ઝઘડા થતા હતા. ૩ વર્ષ પહેલાં બંનેના છૂટાછેડા થઈ ગયા. મહિલા પોતાના બંને બાળકોને લઈને સિવની આવી ગઈ. અહીં એક ભાડાના મકાનમાં રહેવા લાગી. મહિલા મજૂરી કરી બંને બાળકોને ભણાવતી હતી. મોટો દીકરો ધોરણ ૪માં અને નાનો દીકરો ધોરણ ૨માં ભણતો હતો.
આ દરમ્યાન ભોજરામ બેલવંશીને પૂજાના ઘરમાં અવારનવાર આવવાનું રહેતું. મહિલા બંને દીકરા સાથે પતિથી અલગ રહેતી હતી. ભોજરામને બાળકોની માતા (સાળી) સાથે એકતરફી પ્રેમ થઈ ગયો. પણ બાળકો હંમેશા સાથે રહેતા હતા, એટલા માટે આરોપી પોતાની મેલી મુરાદ પૂરી કરી શકતો નહોતો. પહેલાં તો તેણે સાળીના બાળકોનું અપહરણ કર્યું અને બાદમાં ગળું કાપીને હત્યા કરી નાખી.
ત્યાર બાદ પૂજાએ ૧૬ જૂલાઈના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના બંને બાળકો મયંક અને દિવ્યાંશ ૧૫ જૂલાઈની સાંજના ૫ વાગ્યાથી ગુમ છે. ત્યાર બાદ બાળકોને શોધવા માટે નગર પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં ટીમ બનાવી. પોલીસને સૂચના મળી કે, ધસિયારી ચોકનો એક યુવક ઓટો રિક્ષામાં બે બાળકોને બેસાડીને લઈ ગયો હતો. ઓટોની શોધ કરી ડ્રાઈવરને બે બાળકોના ફોટો બતાવ્યા. ડ્રાઈવરે તેમને ઓળખી લીધા.
ટીમે જ્યારે બાળકોની મા સાથે પૂછપરછ કરી તો તેણે પોતાની બહેન કરિશ્માના પતિ ભોજરામ બેલવંશી પર શંકા વ્યક્ત કરી. ટીમે ભોજરામ બેલવંશીને પકડી લીધો. તેની સાથે કડકાઈથી પૂછપરછ કરી. ત્યાર બાદ ભોજરામે જણાવ્યું કે, ૧૫ જૂલાઈની સાંજે લગભગ ૫.૩૦ વાગ્યે મયંક અને દિવ્યાંશ સ્કૂલેથી ઘરે આવ્યા. ત્યાર બાદ ધસિયારી ચોક સિવનીથી ભાડે ઓટોમાં બેસાડી સાયકલ અપાવવાના બહાને જનતા નગર ચોક સુધી લઈ ગયો. ત્યાં દોસ્ત શુભમ ઉર્ફ યશ મળ્યો. તેની બાઈકમાં મયંક, દિવ્યાંશને બેસાડી અમે ચારેય આમાગઢથી અંબા માઈના જંગલમાં ગયા.
ભોજરામે કબૂલ્યું કે, રાતના લગભગ ૮.૩૦ કલાકે દિવ્યાંશ અને મયંકની ચાકૂથી ગળું કાપીને હત્યા કરી નાખી. લાશને પથ્થરોથી છૂપાવી દીધી. બુધવારે બંનેની લાશ ઘરથી લગભગ ૧૩ કિમી દૂર અંબા માઈના જંગલમાંથી મળી. લાશને છુપાવવા માટે આજુબાજુમાં અને ઉપરથી પથ્થર નાખેલા હતા. લાશને જંગલમાંથી જપ્ત કરી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.(૩૮.૮)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
