તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
NEETમાં પાસ ન થઈ પણ ૨૦ વર્ષની કર્ણાટક-ગર્લને રોલ્સ-રોયસમાં ૭૨ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું
રોબોટિક્સ અને એનિમેશનની દિશામાં પગલાં માંડ્યાં અને એવાં માંડ્યાં કે તેને રોલ્સ-રોયસમાં ઇન્ટર્નશિપ મળી

બેંગ્લોર,તા.૧૯: કર્ણાટકની ૨૦ વર્ષની રિતુપર્ણા કે. એસ. થોડાંક વર્ષો પહેલાં નેશનલ એલિજાિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આપીને નીકળી ત્યારે તેને લાગેલું કે તેનાં સપનાં પૂરાં નહીં થાય. આજે તે UK-સ્થિત સુપર-લક્ઝરી કાર-કંપની રોલ્સ-રોયસના જેટ એન્જિન મેન્યુફેક્ચરિગ યુનિટ માટે કામ કરવા સજ્જ થઈ રહી છે, વર્ષે ૭૨.૨ લાખ રૂપિયાના પગાર સાથે અને આ ઓર્ગેનાઇઝેશનની યંગેસ્ટ વુમન તરીકે.
પ્ગ્ગ્લ્માં મેરિટ સીટ મેળવવામાં તે નિષ્ફળ ગઈ એ પછી તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની એક્ઝામ આપવાનું વિચારેલું, પણ પપ્પાની સલાહને અનુસરીને તે એન્જાિનિયરિગ તરફ વળી. તેણે રોબોટિક્સ અને એનિમેશનની દિશામાં પગલાં માંડ્યાં અને એવાં માંડ્યાં કે તેને રોલ્સ-રોયસમાં ઇન્ટર્નશિપ મળી. આ વાત તેણે પેરન્ટ્સથી સીક્રેટ રાખી અને કંપનીમાંથી કન્ફર્મેશન મળ્યા પછી જ જણાવી. શરૂઆતમાં તો તેને ૩૯.૫૮ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવેલું, પણ ઇન્ટર્નશિપ દરમ્યાન તેનો પર્ફોર્મન્સ જોઈને વધારી દેવાયું.(૪૦.૧૦)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
