તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
ઈન્કમટેક્સ રીટર્નમાં હજુ પણ ભાગીદારી પેઢી માટેના ફોર્મ બહાર પાડવામાં અખાડા
આઇટીઆરનું ફોર્મ પાંચ બહાર પાડવામાં આવ્યું નહીં હોવાના લીધે પેઢી સંચાલકો અવઢવમાં

મુંબઈ,તા.૧૯: ઈન્કમટેક્સ રીટર્ન ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવાના કારણે રીટર્ન ભરવા માટેના ફોર્મ બહાર પાડવામાં પણ તારીખ પર તારીખ પડી રહી હોવાની હકીકતો જાણવા મળી છે. કારણ કે ભાગીદારી પેઢીના રીટર્ન ભરવા માટે આઇટીઆરમાં પાંચ નંબરનુ ફોર્મ બહાર પાડવામાં આવતું હોય છે. જોકે ૧૮ જુલાઈ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી ફોર્મ બહાર પાડવામાં આવ્યા નહીં હોવાના કારણે પેઢી સંચાલકો અવઢવની સ્થિતીમાં મુકાયા છે.
નાંણાકીય વર્ષ શરુ થવાના એક મહિનાની અંદર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા રીટર્નમાં કઇ કઇ વિગતો ભરવાનીહોય તે અંગે ફોર્મ બહાર પાડતા હોય છે. તેમાં આઇટીઆર ૧થી લઈને ૭ સુધીના ફોર્મ બહાર પાડવામાં આવતા હોય છે. તેમાં દરેક ફોર્મમાં અલગ અલગ વિગતો રજુ કરવાની હોય છે. તેમાં વ્યવસાય કરનારાઓ માટે તથા નોકરીયાત માટે અલગ અલગ ફોર્મ બહાર પાડવામાં આવતા હોય છે. તે પૈકી મોટાભાગના ફોર્મ ઈન્કમટેક્સ વિભાગે બહાર તો પાડી દીધા છે. પરંતુ હજુ સુધી આઇટીઆરમાં ફોર્મ નંબર પાંચ બહાર પાડવામાં આવ્યું નથી. આ ફોર્મમાં ભાગીદારી પેઢી હોય તેને વિગતો રજુ કરવાની હોય છે. પરંતુ હજુ સુધી ફોર્મ બહાર પાડવામાં નહીં આવતા તે ફોર્મ જલદી બહાર પડે તેની રાહ જોવામાં આવી રહી છે. કારણ કે ફોર્મ બહાર પાડવામાં આવ્યા બાદ તેઅંગેનુ સોફટવેર તૈયાર કરવામાં આવતું હોય છે. તેના આધારે રીટર્ન ફાઈલ કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે ઇન્કમટેકસ વિભાગ દ્વારા રીટર્ન ભરવાની મુદત ૩૧ જુલાઈ આપવામાં આવતી હોય છે. જ્યારે ચાલુ વર્ષે ફોર્મ બહાર પાડવાના ઠેકાણાં નહીં હોવાના કારણે રીટર્ન ભરવાની મુદતમાં પહેલેથી જ વધારો કરીને ૧૫ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. જોકે તેની મુદતને હવે બે મહિનાનો પણ સમય બાકી રહ્યો નહીં હોવા છતાં હજુ સુધી ફોર્મ પોર્ટલ પર રજુ કરવામાં આવ્યા નથી.(૪૦.૭)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
