<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ભારત-પાકિસ્‍તાન યુદ્ધમાં ૫ ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્‍યા હતા

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ફરી એકવાર યુદ્ધ રોકવાના પોતાના દાવાને દોહરાવ્‍યો : ટ્રમ્‍પે કહયું કે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે પરિસ્‍થિતિ સતત બગડી રહી હતી અને પછી અમે તેને વેપાર દ્વારા ઉકેલી લીધો

 

વોશિંગ્‍ટન, તા.૧૯: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમની દરમિયાનગીરી ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધતા તણાવને રોકી શકી હોત. ટ્રમ્‍પે કહ્યું કે પહેલગામ હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર' શરૂ કર્યા પછી બંને દેશો વચ્‍ચેની પરિસ્‍થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી, પરંતુ તેમના હસ્‍તક્ષેપથી સંઘર્ષ ટાળી શકાયો.

ટ્રમ્‍પે એક નિવેદનમાં કહ્યું, અમે ઘણા યુદ્ધો રોકી દીધા છે. અને આ કોઈ સામાન્‍ય યુદ્ધો નહોતા. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે પરિસ્‍થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. વિમાનોને તોડી પાડવામાં આવી રહ્યા હતા. મને લાગે છે કે લગભગ પાંચ ફાઇટર પ્‍લેન તોડી પાડવામાં આવ્‍યા હતા. બંને પરમાણુ હથિયારોથી સજ્જ દેશો છે અને એકબીજા પર હુમલો કરી રહ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે આ એક ‘નવા પ્રકારના યુદ્ધ' જેવી પરિસ્‍થિતિ બની ગઈ છે, જેમ અમેરિકાએ ઈરાન સાથે કર્યું હતું. ટ્રમ્‍પે દાવો કર્યો હતો કે ઁઅમે ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે.

વેપાર દ્વારા વિવાદ ઉકેલવાનો દાવો

ભારત અને પાકિસ્‍તાન અંગે તેમણે કહ્યું કે પરિસ્‍થિતિ સતત બગડતી રહી હતી, અને અમે તેને વેપાર દ્વારા ઉકેલી હતી. અમે કહ્યું - જો તમે શષાો (અને કદાચ પરમાણુ શષાો) નો ઉપયોગ ચાલુ રાખશો, તો અમે કોઈપણ વેપાર કરાર કરીશું નહીં.(૨૩.૨)

(10:22 AM IST)