<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ક્રિકેટ બોર્ડે ૯૭૪૧.૭ કરોડ રૂપિયાની કમાણી કરી

આવકમાં IPL તરફથી સૌથી વધુ ૫૯ ટકાનું યોગદાન : નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪

 

મુંબઈ,તા.૧૯: વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ ગણાતા ભારતીય ક્રિકેટ બોર્ડની કમાણીના વધુ કેટલાક શાનદાર આંકડા સામે આવ્‍યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૩-'૨૪માં કુલ ૯૭૪૧.૭ કરોડ રૂપિયાની આવક મેળવી છે.  ઇન્‍ડિયન પ્રીમિયર લીગ (IPL) તરફથી ૫૭૬૧ કરોડ રૂપિયા એટલે કે કુલ આવકનો ૫૯ ટકા ભાગ મળ્‍યો હતો.

રેડિફયુઝન નામની એજન્‍સીએ જાહેર કરેલા આ રિપોર્ટ અનુસાર બોર્ડ નોન-IPL મીડિયા રાઇટ્‍સ વેચીને ૩૬૧ કરોડ રૂપિયા કમાયું જેમાં ઇન્‍ટરનેશનલ ટુર્નામેન્‍ટના પ્રસારણના અધિકારોનો પણ સમાવેશ છે. ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલ (ICC) તરફથી બોર્ડને મળતા ભાગરૂપે ૧૦૪૨ કરોડ રૂપિયા એટલે કે ૧૦.૭૦ ટકાની આવક મળી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો કે બોર્ડ પાસે લગભગ ૩૦,૦૦૦ કરોડનું અનામત ભંડોળ છે જે એને વાર્ષિક ૧૦૦૦ કરોડનું વ્‍યાજ પણ આપે છે. આ આવક માત્ર ટકાઉ નથી પરંતુ સ્‍પોન્‍સરશિપ, મીડિયા ડીલ્‍સ અને મેચની કમાણીમાં વધારો થવાને કારણે વાર્ષિક ૧૦-૧૨ ટકા વધવાની શક્‍યતા છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો કે ક્રિકેટ બોર્ડ પાસે રણજી ટ્રોફી જેવી પરંપરાગત ડોમેસ્‍ટિક ટુર્નામેન્‍ટનું વ્‍યાપારીકરણ કરીને નોન-ત્‍ઘ્‍ઘ્‍ આવક વધારવાની અપાર સંભાવના છે.

(10:37 AM IST)