<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

રિલાયન્‍સ રિટેલ દ્વારા વિશ્વ વિખ્‍યાત અને એક સદી જૂની બ્રાન્‍ડ કેલ્‍વિનેટરનું હસ્‍તાંતરણ : ભારતના કન્‍ઝ્‍યુમર ડ્‍યુરેબલ્‍સ માર્કેટમાં નવા યુગનો પ્રારંભ

ટેકનોલોજીને સુલભ, સાર્થક અને ભવિષ્‍ય માટે તૈયાર બનાવીને દરેક ભારતીયની વૈવિધ્‍યપૂર્ણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી એ જ અમારૂં હંમેશનું લક્ષ્ય રહ્યું છે : ઈશા એમ. અંબાણી

મુંબઈ : રિલાયન્‍સ રિટેલે આજે કેલ્‍વિનેટરના ઐતિહાસિક હસ્‍તાંતરણની જાહેરાત કરી છે. આ એક અત્‍યંત મહત્ત્વપૂર્ણ અને વ્‍યૂહાત્‍મક પગલું છે જે ભારતના ઝડપથી વિકસતા ગ્રાહક ટકાઉ ઉત્‍પાદનો (કન્‍ઝ્‍યુમર ડ્‍યુરેબલ્‍સ) ક્ષેત્રમાં રિલાયન્‍સ રિટેલના પ્રભુત્‍વને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. આ હસ્‍તાંતરણ સમગ્ર ભારતમાં ગ્રાહકોને અપ્રતિમ મૂલ્‍ય અને પસંદગી પૂરી પાડીને, ભારતમાં ગ્રાહક ટકાઉ ઉત્‍પાદનોના ક્ષેત્રના ભવિષ્‍યને નવો આકાર આપવાની રિલાયન્‍સ રિટેલની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

રિલાયન્‍સ રિટેલે વિશ્વ વિખ્‍યાત અને સદી જૂની બ્રાન્‍ડ કેલ્‍વિનેટરનું અધિગ્રહણ કર્યું છે. આ પગલું રિલાયન્‍સને ભારતના કન્‍ઝ્‍યુમર ડ્‍યુરેબલ્‍સ માર્કેટમાં તેની સ્‍થિતિ મજબૂત કરવામાં મદદ કરશે. કેલ્‍વિનેટરની નવીનતા અને ગુણવત્તાનો વારસો હવે રિલાયન્‍સના વિશાળ રિટેલ નેટવર્ક સાથે જોડાશે, જેનાથી પ્રીમિયમ ઘર વપરાશના ઉપકરણો દરેક ભારતીય ઘર સુધી પહોંચશે અને બજારમાં વૃદ્ધિને વેગ મળશે.

રિલાયન્‍સ રિટેલે આજે કેલ્‍વિનેટરના સીમાચિન્‍હરૂપ હસ્‍તાંતરણની જાહેરાત કરી છે. આ એક વ્‍યૂહાત્‍મક પગલું છે જે ભારતના ઝડપથી વિકસી રહેલા ગ્રાહક ટકાઉ ઉત્‍પાદનો (કન્‍ઝ્‍યુમર ડ્‍યુરેબલ્‍સ) ક્ષેત્રમાં રિલાયન્‍સ રિટેલના પ્રભુત્‍વને નોંધપાત્ર રીતે સુલ્લઢ બનાવશે. આ હસ્‍તાંતરણ સમગ્ર ભારતમાં ગ્રાહકોને અપ્રતિમ મૂલ્‍ય અને પસંદગી પૂરી પાડીને ભારતમાં ગ્રાહક ટકાઉ ઉત્‍પાદનોના ક્ષેત્રના ભવિષ્‍યને નવો આકાર આપવાની રિલાયન્‍સ રિટેલની અતૂટ પ્રતિબદ્ધતાનો પૂરાવો છે.

કેલ્‍વિનેટર એક સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વાસ અને નવીનતાનો પર્યાય બની રહેલી બ્રાન્‍ડ છે. તેણે વૈશ્વિક સ્‍તરે ઘર વપરાશ માટે ઇલેક્‍ટ્રિક રેફ્રિજરેશનની શરૂઆત કરી હતી. ભારતમાં તેણે ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં તેની યાદગાર ટેગલાઇન ‘ધ કૂલેસ્‍ટ વન' સાથે એક અગ્રણી સ્‍થાન હાંસલ કર્યું હતું. તે આજે પણ પોતાની અદ્યતન ટેકનોલોજી, ઉત્‍કૃષ્ટ કાર્યક્ષમતા, લાંબા સમય સુધી ટકનારી ગુણવત્તા અને અસાધારણ મૂલ્‍ય પૂરું પાડવા માટે જાણીતી છે.

આ હસ્‍તાંતરણ અપેક્ષાપૂર્ણ જીવનશૈલીનો વ્‍યાપ વિસ્‍તારવાની રિલાયન્‍સ રિટેલની પરિકલ્‍પના સાથે વ્‍યૂહાત્‍મક રીતે સુસંગત છે. કેલ્‍વિનેટરના નવીનતાના સમૃદ્ધ વારસાને રિલાયન્‍સ રિટેલના વ્‍યાપક અને અપ્રતિમ રિટેલ નેટવર્ક સાથે એકીકૃત કરીને, કંપની ભારતમાં ઝડપથી વિસ્‍તરી રહેલા પ્રિમિયમ ઘર વપરાશના ઉપકરણોના બજારમાં નોંધપાત્ર ગ્રાહક મૂલ્‍યને વિસ્‍તૃત બનાવવા અને વૃદ્ધિને વેગ આપવા માટે સુસજ્જ થઈ છે. આ તાલમેલ સુનિヘતિ કરશે કે ઉચ્‍ચ-ગુણવત્તાશીલ તેમજ વૈશ્વિક-માપદંડ ધરાવતી પ્રોડક્‍ટ્‍સ દરેક ભારતીય ઘર સુધી પહોંચી તેમની રોજિદી જીવનશૈલીને ઉન્નત બનાવશે.

‘ટેકનોલોજીને સુલભ, સાર્થક અને ભવિષ્‍ય માટે તૈયાર બનાવીને દરેક ભારતીયની વૈવિધ્‍યપૂર્ણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી એ જ અમારું હંમેશનું લક્ષ્ય રહ્યું છે,' એમ રિલાયન્‍સ રિટેલ વેન્‍ચર્સ લિમિટેડના (આર.આર.વી.એલ.) એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્‍યું હતું. ‘કેલ્‍વિનેટરનું હસ્‍તાંતરણ એ એક મહત્‍વની ક્ષણ છે, તે ભારતીય ગ્રાહકો સમક્ષ વિશ્વસનીય વૈશ્વિક નવીનતાઓની અમારી પ્રસ્‍તુતિઓને નોંધપાત્ર રીતે વ્‍યાપક બનાવવા અમને બળ પૂરું પાડશે. તેને અમારા અજોડ કદ, વ્‍યાપક સેવા ક્ષમતાઓ અને બજાર-અગ્રણી વિતરણ નેટવર્કનું સબળ સમર્થન છે.'

કેલ્‍વિનેટર હવે રિલાયન્‍સ રિટેલની સબળ ઇકોસિસ્‍ટમમાં મજબૂત રીતે એકીકૃત થયું છે. આ કારણથી રિલાયન્‍સ રિટેલ વ્‍યૂહાત્‍મક રીતે આ કેટેગરીની વૃદ્ધિને વેગવાન બનાવવા, ગ્રાહકોને ગાઢ રીતે જોડવા, અને ભારતના ગતિશીલ ગ્રાહક ટકાઉ ઉત્‍પાદનોના માર્કેટમાં અમાપ લાંબા-ગાળાની તકોને ઉજાગર કરવા સક્ષમ બન્‍યું છે. આ પગલું ભારતીય ગ્રાહકોની સતત બદલાઈ રહેલી માંગની ધારણા કેળવવાની સાથે-સાથે રિટેલ ફલકમાં પોતાની નિર્વિવાદ અગ્રણી તરીકેની સ્‍થિતિને મજબૂત બનાવવાની રિલાયન્‍સ રિટેલની મહત્તાકાંક્ષાને પરિપૂર્ણ કરે છે.

રિલાયન્‍સ રિટેલની વ્‍યૂહરચના

રિલાયન્‍સ રિટેલનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ટેકનોલોજીને સુલભ અને સાર્થક બનાવીને દરેક ભારતીયની જરૂરિયાતો પૂરી કરવાનો છે. કેલ્‍વિનેટરનું હસ્‍તાંતરણ રિલાયન્‍સના વિશાળ રિટેલ નેટવર્ક, સેવા ક્ષમતાઓ અને વિતરણ પ્રણાલી સાથે જોડાઈને, ગ્રાહકોને ઉચ્‍ચ-ગુણવત્તાવાળી વૈશ્વિક નવીનતાઓ પૂરી પાડવામાં મદદ કરશે. આનાથી કંપનીને પ્રીમિયમ હોમ એપ્‍લાયન્‍સીસ બજારમાં વૃદ્ધિ કરવાની અને લાંબા ગાળાની તકોનો લાભ લેવાની તક મળશે.

કેલ્‍વિનેટરનો ભવ્‍ય વારસો

કેલ્‍વિનેટર બ્રાન્‍ડ એક સદી કરતાં પણ વધુ જૂની છે, જેણે વૈશ્વિક સ્‍તરે ઇલેક્‍ટ્રિક રેફ્રિજરેશનની શરૂઆત કરી હતી. ભારતમાં, ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં તેની ‘ધ કૂલેસ્‍ટ વન' ટેગલાઇન ખૂબ જ લોકપ્રિય બની હતી. આ બ્રાન્‍ડ તેની અદ્યતન ટેકનોલોજી, ઉત્‍કૃષ્ટ કાર્યક્ષમતા અને લાંબા સમય સુધી ટકનારી ગુણવત્તા માટે જાણીતી છે, જેણે તેને ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય નામ બનાવ્‍યું છે.

(11:24 AM IST)