તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
પંજાબમાં ખેડૂતોનું 'આર યા પાર' આંદોલન: ભૂમિ સંપાદન નીતિ રદ નહીં થાય તો દિલ્હીમાં થયેલ ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ થયેલા વિશાળ અને ઉગ્ર આંદોલન જેવું જ ઘમાસાણ પંજાબમાં સર્જાશે તેવી સીધી ચીમકી

પંજાબમાં રાજ્ય સરકારની નવી ભૂમિ સંપાદન નીતિ (લેન્ડ પૂલિંગ નીતિ) સામે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે. સંયુક્ત કિસાન મોરચા (એસ.કે.એમ.) એ આ નીતિ તાત્કાલિક રદ કરવાની માંગ સાથે આક્રમક વલણ અપનાવ્યું છે. જો સરકાર તેમની માંગણી નહીં સ્વીકારે તો, દિલ્હીમાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ થયેલા વિશાળ અને ઉગ્ર આંદોલન જેવું જ ઘમાસાણ પંજાબમાં સર્જાશે તેવી સીધી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. આ નીતિના વિરોધમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં આમ આદમી પાર્ટી (આપ) સિવાયના ભાજપ અને કોંગ્રેસ સહિત દસ જેટલા રાજકીય પક્ષોએ ખેડૂતોને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે.
પંજાબમાં ભૂમિ સંપાદન નીતિને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કિસાન ભવનમાં સંયુક્ત કિસાન મોરચાની શુક્રવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં આમ આદમી પાર્ટીનો કોઈ પ્રતિનિધિ હાજર નહોતો, જેના પર ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ એ નિરાશા વ્યક્ત કરી હતી. જોકે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિઓ ડો. સુભાષ શર્મા અને કેવલ ધિલ્લોન તેમજ કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રીઓ રણદીપ નાભા અને હેપ્પી ખેડા સહિત રાજ્યના દસ રાજકીય પક્ષોએ ખેડૂતોને ટેકો જાહેર કર્યો હતો. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટી ભૂમિ સંપાદન નીતિની વિરુદ્ધ છે અને ખેડૂતોની સાથે ઊભી છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને ભવિષ્યનો કાર્યક્રમ: એસ.કે.એમ.ની બેઠકમાં નીચે મુજબના પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા હતા: * પંજાબ સરકારે તાત્કાલિક ભૂમિ સંપાદન નીતિ પાછી ખેંચી લેવી. * પંજાબ સરકારે વિધાનસભામાં પાણી કરાર (કલમ ૭૮, ૭૯ અને ૮૦) રદ કરવો અને તેને કેન્દ્ર સરકારને મોકલવો. * રાજ્યમાં કૃષિ નીતિ તાત્કાલિક લાગુ કરવી. * કૃષિ સંબંધિત વ્યવસાયો અંગે અમેરિકા સાથે કોઈ મુક્ત વ્યાપાર કરાર ન કરવો.
ખેડૂત નેતા ડો. દર્શન પાલે જાહેરાત કરી કે જ્યાં પણ પંજાબ સરકાર જમીન સંપાદન કરી રહી છે, ત્યાં ૩૦મી જુલાઈએ સંયુક્ત કિસાન મોરચા દ્વારા ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે.
પાણી કરારના મુદ્દે પણ ભાજપના સુભાષ શર્મા અને બહુજન સમાજ પાર્ટી (બસપા) ના પ્રમુખ અવતાર સિંહ કરીમપુરી વચ્ચે ચર્ચા પણ થઈ હતી. આ બેઠકનું સંચાલન બુટા સિંહ બુર્જગિલ, બલબીર સિંહ રાજેવાલ, હરિન્દર લાખોવાલ, રામિન્દર સિંહ અને ડો. દર્શન પાલે કર્યું હતું.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
