તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
*આત્મનિર્ભર ભારતને વેગ: એલ એન્ડ ટી દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન તેજસના પાંખનો (વિંગ્સનો) સેટ સુપરત*

ભારતના 'મેક ઇન ઇન્ડિયા' (ભારતમાં નિર્મિત) પહેલ અંતર્ગત સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને મોટો વેગ મળ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચ.એ.એલ.) ને સ્વદેશી લડાકુ વિમાન તેજસ એમકે–વનએ (Mk1A) માટે પાંખના સેટની પ્રથમ ડિલિવરી કરવામાં આવી છે. આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના છે જે ભારતની હવાઈ સંરક્ષણ સજ્જતાને મજબૂત કરશે.
એલ એન્ડ ટી વાર્ષિક ધોરણે ચાર પાંખના – વિંગ્સના સેટ પૂરા પાડશે, અને ભવિષ્યમાં ઉત્પાદન વધારીને દર વર્ષે બાર સેટ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ પાંખન સેટ તેજસ ફાઈટર વિમાનોનો એક નિર્ણાયક ભાગ છે, જે ભારતીય હવાઈ દળની ક્ષમતાઓને વધુ સુદૃઢ બનાવશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
