<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસમાં ચોરી

તોડફોડ બાદ ચોરો સામાન લઈને ફરાર

લોનાવાલા, તા.19: બૉલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાનીના પુણે સ્થિત ફાર્મ હાઉસમાં તોડફોડ કરી ચોરોએ તેમના ઘરમાંથી ઘણી કિંમતી વસ્તુઓની ચોરી કરી છે. અભિનેત્રી ઘણા દિવસોથી ફાર્મ હાઉસની મુલાકાત લીધી ન હતી અને જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે તે તેના ઘરની હાલત જોઈને દંગ રહી ગઈ.સંગીતાએ લોનાવાલા ગ્રામીણ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ પોલીસે હવે આ મામલાની તપાસ શરૂ કરી છે. સંગીતાનું ફાર્મ હાઉસ લોનાવાલા નજીક પવન માવલ વિસ્તારમાં છે જ્યાં ગઈકાલે રાત્રે કોઈએ ચોરી કરી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે સંગીતા કે તેના નોકરો ઘટનાસ્થળે હાજર નહોતા.

(3:37 PM IST)