તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
એર ઈન્ડિયા 171 ક્રેશ: ભારતીય પાઈલટ્સ ફેડરેશને રોઈટર્સ અને WSJ ને કાનૂની નોટિસ ફટકારી! પાયલોટ્સના અપમાનનો આરોપ
રિપોર્ટ્સ ગૌણ સ્ત્રોતો પર આધારિત: નોટિસનું પાલન કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, ફેડરેશન બદનક્ષી, માનસિક વેદના અને પ્રતિષ્ઠાને નુકસાન માટે કરશે કાનૂની કાર્યવાહી

નવી દિલ્હી 19 જુલાઈ 2025: ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટ AI171 ના પાઈલટ્સ અંગે અનુમાનિત અને અપ્રમાણિત દાવાઓ પ્રકાશિત કરવા બદલ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઈલટ્સ (FIP) એ રોઈટર્સ (Reuters) અને ધ વોલ સ્ટ્રીટ જર્નલ (The Wall Street Journal - WSJ) ને કાનૂની નોટિસ ફટકારી છે.
મીડિયા રિપોર્ટ્સ પર FIP નો સખ્ત વાંધો
FIP એ તેની નોટિસમાં આ રિપોર્ટ્સ સામે સખ્ત વાંધો ઉઠાવ્યો છે, ખાસ કરીને WSJ ના "ન્યૂ ડિટેલ્સ ઇન એર ઇન્ડિયા ક્રેશ પ્રોબ શિફ્ટ ફોકસ ટુ સિનિયર પાયલટ" (Air India Crash Probe Shift Focus to Senior Pilot) શીર્ષકવાળા લેખ અને રોઈટર્સના "એર ઇન્ડિયા ક્રેશ પ્રોબ શિફ્ટ ફોકસ ઓન એક્શન ઓફ પ્લેન્સ કેપ્ટન – WSJ રિપોર્ટ્સ" (Air India crash probe shift focus on action of plane’s captain – WSJ reports) શીર્ષકવાળા લેખ સામે વાંધો લીધો છે.
ફેડરેશને આરોપ લગાવ્યો છે કે આ બંને લેખો સત્તાવાર તપાસ દ્વારા સમર્થિત ન હોય તેવા તારણો કાઢવા માટે ગૌણ અહેવાલો (secondary reporting) અને અનામી સ્ત્રોતો પર આધાર રાખે છે.
"અનુમાનિત અને અપ્રમાણિત નિષ્કર્ષો"
FIP એ જણાવ્યું છે કે, "આ લેખો ફ્લાઈટ 171 નું સંચાલન કરતા પાયલટ્સના આચરણ અંગે અનુમાનિત અને અપ્રમાણિત નિષ્કર્ષો આપે છે." ફેડરેશને ઉમેર્યું કે, "આ દાવાઓ સત્તાવાર તપાસ દ્વારા સમર્થિત નથી કે કોઈ સક્ષમ સત્તાધિકારી દ્વારા માન્ય નથી."
તાત્કાલિક પ્રકાશન બંધ કરવા અને ખુલાસો કરવાની માંગ
FIP એ રોઈટર્સ અને WSJ ને તાત્કાલિક ધોરણે ક્રેશના કારણો અંગે અનુમાન લગાવતી અથવા કોઈ વ્યક્તિઓ, ખાસ કરીને મૃત પાઈલટ્સ પર દોષારોપણ કરતી કોઈપણ વધુ સામગ્રી પ્રકાશિત કે પ્રસારિત કરવાનું બંધ કરવાની માંગ કરી છે, જ્યાં સુધી સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી.
નોટિસમાં બંને આઉટલેટ્સને લેખોમાં સુધારો કરવા અને યોગ્ય અસ્વીકરણ (disclaimers) શામેલ કરવા તેમજ પાયલટ્સ પર દોષારોપણનો અર્થ કાઢી શકાય તેવી કોઈપણ સામગ્રીને દૂર કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, FIP એ જાહેર ખુલાસો કરવાની પણ માંગ કરી છે કે અધિકારીઓ દ્વારા કોઈ અંતિમ તારણો બહાર પાડવામાં આવ્યા નથી અને આ રિપોર્ટ્સ ગૌણ સ્ત્રોતો પર આધારિત હતા. નોટિસનું પાલન કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, ફેડરેશન બદનક્ષી, માનસિક વેદના અને પ્રતિષ્ઠાને નુકસાન માટે ઉપલબ્ધ કાનૂની ઉપચારો હાથ ધરવા મજબૂર થઈ શકે છે.
નોંધનીય છે કે, યુએસ NTSB (નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ) એ પણ AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) ને સમર્થન આપ્યું છે અને એર ઇન્ડિયા 171 ક્રેશ અંગેના મીડિયા રિપોર્ટ્સને 'અકાળે અને અનુમાનિત' ગણાવ્યા છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
