તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
ગુજરાતીઓને ટાર્ગેટ કરી રાજ ઠાકરેનો પોતાના રાજકીય રોટલા શેકવા દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો હિન પ્રયાસ :અલ્પેશ કથીરિયા
રાજ ઠાકરેની પાર્ટીનું કોઈ અસ્તિત્વ ન હોવાથી પોતાની રાજનીતિને ગતિ મળે તે માટે આ પ્રકારે બે રાજ્યો અને તેના લોકો વચ્ચે ઝેર ઘોળી પોતાની પાર્ટીને બેઠી કરવાનો પ્રયાસ છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ ઝેર ઓકતા સમગ્ર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે. સરદાર પટેલનું અપમાન થતા પાટીદાર સમાજનાં યુવા નેતા અલ્પેશ કથીરિયાએ મનસેની ઝાટકણી કાઢી હતી. કથીરિયાએ જણાવ્યું કે, મરાઠી માનસ ઊભું કરી ગુજરાતીઓને ટાર્ગેટ કરીને પોતાના રાજનીતિક રોટલા શેકવા માટે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો પ્રયાસ છે. આ ક્યારેય સહન કરવામાં નહી આવે. આ મામલે રાજ ઠાકરેએ માફી માંગવી જરૂરી છે. તેઓ પોતાનું રાજનીતિક હિત સાધવા માટે બે રાજ્યો અને રાજ્યના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ છે. રાજ ઠાકરેની પાર્ટીનું કોઈ અસ્તિત્વ ન હોવાથી પોતાની રાજનીતિને ગતિ મળે તે માટે આ પ્રકારે બે રાજ્યો અને તેના લોકો વચ્ચે ઝેર ઘોળી પોતાની પાર્ટીને બેઠી કરવાનો પ્રયાસ છે.
રાજ ઠાકરેએ એક સભામાં આરોપ લગાવ્યો કે, મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન પણ કર્યું અને આક્ષેપ કર્યો કે, મુંબઈ મહારાષ્ટ્રમાં ન ભળે તે માટે પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું. આ ઉપરાંત તેણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, મહારાષ્ટ્રમાં જ્યારે પણ આંદોલનો થયાં છે ત્યારે મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી મરાઠી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઠાકરેએ દાવો કર્યો કે, અનેક વર્ષોથી ગુજરાતીઓની મુંબઈ પર નજર છે. તેઓ મુંબઇને અલગ કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.
રાજ ઠાકરેનાં નિવેદન બાદ ગુજરાતમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેના પરિવારમાંથી આવે છે. જેથી તેઓ સન્માનનીય વ્યક્તિ છે, પરંતુ સન્માનનીય વ્યક્તિ હોવાને કારણે દેશના મહાનુભાવોનું અપમાન કરવાનો કોઇ તેને અધિકાર મળતો નથી. રાજે સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ વિશે ઘસાતું બોલીને મહાનુભાવોનું અપમાન કરી રહ્યો છે. કથીરિયાએ આક્ષેપ કર્યો કે રાજ ઠાકરે ભાષા અને પ્રાંતના વિવાદમાંથી બહાર આવી શક્યા નથી અને હવે સરદાર સાહેબ તથા મોરારજી દેસાઈને નિશાન બનાવી રહ્યા છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
