<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જૂનાગઢમાં :કૃષિ યુનિવર્સિટી મગફળી સંશોધન ખાતે ખેડૂતો અને લખપતિ દીદી સાથે કર્યો સંવાદ

શિવરાજ સિંહે કહ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં સરકાર ખેડૂતો સાથે છે ભારતની અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ કૃષિ છે અને કૃષિની આત્મા ખેડૂત છે

જૂનાગઢ :કેન્દ્રીય અને કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જુનાગઢની મુલાકાતે છે. શિવરાજસિંહ ચૌહાણે મગફળી કેન્દ્ર ખાતે ખેડૂતો અને લખપતિ દીદી સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં સંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, મેયર ધર્મેશ પોશિયા, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી. ચોવટીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શિવરાજસિંહ ચૌહાણે મગફળી કેન્દ્ર ખાતે ખેડૂતો અને લખપતિ દીદી સાથે સંવાદ કરતા શિવરાજ સિંહે કહ્યું કે પીએમ મોદીની આગેવાનીમાં સરકાર ખેડૂતો સાથે છે... ભારતની અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ કૃષિ છે અને કૃષિની આત્મા ખેડૂત છે. આ ઉપરાંત ગુજરાત ગ્રામીણ મહિલાઓએ ખરા અર્થમાં નારી તું નારાયણી એ સૂત્રને ચરિતાર્થ કર્યું છે.. આગામી 15 ઓગસ્ટ સુધીમાં દેશમાં 2 કરોડ લખપતિ દીદી બનાવવાનો સરકારનો લક્ષ્યાંક  છે. કાર્યક્રમમાં સંસદરાજેશ ચુડાસમા જીલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર મેયર ધર્મેશ પોશિયા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી. ચોવટીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં કેન્દ્રીય અને કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટી મગફળી સંશોધન ખાતે ખેડૂતો સાથે સંવાદ કરતા કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતો સાથે છે. નારી તું નારાયણી એ સૂત્રને ગુજરાત ગ્રામીણ મહિલાઓએ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. પ્રાકૃતિક કૃષિની મુહિમમાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે. આગામી 15 ઓગસ્ટ સુધીમાં દેશમાં 2 કરોડ લખપતિ દીદી બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે. ભારતની અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ કૃષિ છે અને કૃષિની આત્મા ખેડૂત છે. 

 

 

(9:30 PM IST)