<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના કાફલાની એક કાર પલ્ટી ગઈ : બે લોકો ઘાયલ

મૈસુરથી બેંગ્લોર પરત ફરતી વખતે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર ગૌડાહલ્લી નજીક અકસમાત

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના કાફલામાં એક વાહન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર ગૌડાહલ્લી નજીક પલટી ગયું. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 

   ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે ડીCM મૈસુરથી બેંગ્લોર પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં બે કામદારોને સામાન્ય ઈજાઓ થઈ હતી.  

(9:53 PM IST)