<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

સ્પેમ કોલ્સથી અનેક લોકો પરેશાન :ડીએનડી એક્ટિવેટ કર્યા પછી પણ સમસ્યા યથાવત ? જાણો કઈ રીતે મળશે છુટકારો

એવી સ્માર્ટ ટ્રીક વિશે જાણો જેની મદદથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

મુંબઈ :મોટાભાગના લોકો ક્યારેકને ક્યારેક તો સ્પેમ કોલથી પરેશાન થયા જ હશે ને? જો આ સવાલનો જવાબ હામાં છે તો તો આ સ્ટોરી તમારા જ કામની છે.જાણો એવી સ્માર્ટ ટ્રીક વિશે જેની મદદથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો

સ્પેમ કોલ્સથી તો આપણામાંથી અનેક લોકો પરેશાન હશે અને ડીએનડી એક્ટિવેટ કરીને પણ આ સમસ્યામાંથી છુટકારો નથી મેળવી શકાતો. આવી સ્થિતિમાં તમને સવાલ થશે કે ભાઈસાબ તો કઈ રીતે આ સ્પેમ કોલ નામની બલામાંથી છુટકારો મળશે? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ.

સ્પેમ કોલને અટકાવવા માટે Google Phone એપમ ઓપન કરીને રાઈટ સાઈડમાં દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો
⦁ હવે સેટિંગમાં જઈને કોલર આઈડી એન્ડ સ્પેમ આઈડીના ઓપ્શન પર ક્લિક કરો
⦁ ત્યાર બાદ તમારી સામે કોલર આઈડી એન્ડ સ્પેમ આઈડીના ઓપ્શનને ઓન કરવું પડશે અને નીચે દેખાઈ રહેલાં ફિલ્ટર સ્પેમ કોલ્સનું ઓપ્શન પણ ઓન કરવું પડશે
⦁ આ ફીચર ઓન કરતાં જ તમારા ફોન પર આવતા સ્પેમ કોલ્સ બ્લોક થઈ જશે
⦁ એક વાતનું ધ્યાન રાખો કે આ ફિચરને કારણે એ જ કોલ્સ બ્લોક થશે કે સ્પેમ માર્ક્ડ હશે
⦁ ગૂગલ ડેટામાં જે કોલ સ્પેમ માર્ક્ડ નહીં હોય એવા કોલ્સ આ સેટિંગ ઓન કરવાથી નહીં બ્લોક થાય, જોકે તમે સ્પેમ કોલ માર્ક કરી શકશો
⦁ આ ફિલ્ટર ઓન કરતાં ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ, બેંક, ડિલીવરી એજન્ટસના કોલ પણ બ્લોક થઈ જાય છે, કારણ કે અનેક લોકો એમને પણ સ્પેમ માર્ક કરે છે

 

(10:00 PM IST)