તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 20th July 2025
જેઠાલાલે ખાલી 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડી દીધો ?; દિલીપ જોશીએ સ્પષ્ટ કહ્યું -વેટ લોસ 1992માં કર્યો હતો ભાઈ
પત્રકારોએ કહ્યું કે તમારા વેટ લોસના સમાચાર ટ્રેંડિંગમાં છે. ત્યાર બાદ થેંક્યુ કહીને દિલીપ જોશી તો નીકળી ગયા, પણ સોશિયલ મીડિયાના ટ્રેંડ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

મુંબઈ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર સૌ કોઈને પસંદ આવે છે. જેઠાલાલના પાત્રમાં શાનદાર એક્ટિંગ દ્વારા દિલીપ જોશીએ વર્ષો સુધી ચાહકોના દિલમાં રાજ કર્યું છે. આ સીરિયલ દ્વારા જ દિલીપ જોશી લાખો લોકોની પસંદ બની ગયા છે. હાલમાં જ દિલીપ જોશીના વેટ લોસને ળઈને મીડિયામાં સમાચાર વાયરલ થયા હતા. તેમાં કહેવાયું હતું કે, દિલીપ જોશીએ થોડા જ દિવસોમાં ઘણો વજન ઘટાડી દીધો હતો અને તેઓ સ્લિમ ફીટ દેખાઈ રહ્યા છે. એક પ્રોગ્રામમાં જ્યારે દિલીપ જોશી સામે આવ્યા તો પત્રકારોએ તેમને પૂછ્યું કે, વેટ લોસનું રહસ્ય શું છે? તેના પર દિલીપ જોશીએ જે જવાબ આપ્યો તે રીતસરનો ચોંકાવનારો જવાબ હતો.
આ પ્રોગ્રામમાં દિલીપ જોશી મંચ પર આવ્યા અને ફોટોગ્રાફરોને પોઝ આપતા દેખાયા હતા. આ દરમ્યાન એક પત્રકારે પૂછ્યું સર, વેટ લોસનું રહસ્ય શું છે. હવે બતાવી દો. તેના પર દિલીપ જોશીએ સ્પષ્ટ કહ્યું કે, વેટ લોસ 1992માં કર્યો હતો ભાઈ. આ સોશિયલ મીડિયાવાળા કેવી રીતે ચલાવી દે છે. તે વાત પર પત્રકારોએ કહ્યું કે તમારા વેટ લોસના સમાચાર ટ્રેંડિંગમાં છે. ત્યાર બાદ થેંક્યુ કહીને દિલીપ જોશી તો નીકળી ગયા, પણ સોશિયલ મીડિયાના ટ્રેંડ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર દિલીપ જોશીને લઈને કેટલાય પ્રકારની વાતો ચાલી રહી છે, જેમાં કહેવાય છે કે તારક મહેતાના જેઠાલાલ ફેટમાંથી ફિટ થઈ ગયા છે. દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે ખાલી 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડી દીધું. આ દાવા માટે તેમના એક ઈન્ટરવ્યૂનો હવાલો આપવામાં આવતો હતો, પણ હકીકતમાં આ ઈન્ટરવ્યૂ વર્ષો જૂનો છે.
દિલીપ જોશીની વાત માનીએ તો તેમણે 1992માં ડાયટિંગ કરી હતી. તે સમયે તેમણે વોકિંગની પણ મદદ લીધી અને એક્સરસાઈઝ પર પણ ફોકસ કર્યું હતું. ત્યાર બાદ તેમના વજનમાં ખૂબ ઘટાડો આવ્યો હતો અને તેઓ એકદમ ફિટ દેખાવા લાગ્યા હતા.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
