હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે શાળાઓમાં બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક અપડેટ થશે: ખાસ કેમ્પ યોજાશે
UIDAIની બે મહિના પછી તબક્કાવાર શાળાઓમાં તબક્કાવાર કામ કરવા યોજના

નવી દિલ્હી :યુનિક આઈડેન્ટિફિકેશન ઓફ ઈન્ડિયા (UIDAI) શાળાઓમાં જઈને બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે UIDAI બે મહિના પછી તબક્કાવાર શાળાઓમાં તબક્કાવાર રીતેઆ પર કામ કરવાની યોજના બનાવી રહ્યું છે.
UIDAIના CEO ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે 7 કરોડથી વધુ બાળકોએ આધાર માટે તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 5 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી બાયોમેટ્રિક્સ અપડેટ કરવું જરૂરી છે.
UIDAIના CEOએ જણાવ્યું હતું કે UIDAI માતાપિતાની સંમતિથી શાળાઓ દ્વારા બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. અમે અત્યારે આ ટેકનોલોજીનું ટેસ્ટીંગ કરી રહ્યા છીએ. તે 45 થી 60 દિવસમાં તૈયાર થઈ જશે. બાળકોના 'બાયોમેટ્રિક'ડેટાની ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવવા માટે ફરજિયાત 'બાયોમેટ્રિક અપડેટ' સમયસર પૂર્ણ કરવું એ એક આવશ્યક જરૂરિયાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બાળકના બાયોમેટ્રિક્સ 7 વર્ષની ઉંમર પછી પણ અપડેટ ન થાય તો વર્તમાન નિયમો હેઠળ આધાર નંબર નિષ્ક્રિય કરવામાં આવશે. એવી જ રીતે આ અપડેટ પૂરું કરવાની પ્રક્રિયા 5થી 7 વર્ષની વચ્ચે ફ્રી છે. પરંતુ સાત વર્ષ પછી બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે રૂપિયા 100 ફી ચૂકવવી પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
