News of Sunday, 20th July 2025
હોંગકોંગમાં ૧૬૦ કિમી ઝડપે ફૂંકાયેલ ટાયફૂન "વિફા"નો કહેર: ૨૦થી વધુ ઘાયલ, સેંકડો વૃક્ષો ધરાશાયી: ૪૦૦ ફ્લાઇટ રદ : જુઓ વિડિયો

હોંગકોંગ: આજે સાંજે (જુલાઈ ૨૦, ૨૦૨૫) ટાયફૂન વિફાએ હોંગકોંગને ધમરોળ્યું હતું. ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો એટલા શક્તિશાળી હતા કે લોકોને ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું હતું. આ વાવાઝોડાને કારણે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે અને શહેરભરમાં સેંકડો વૃક્ષો જમીનદોસ્ત થયા છે.
ટાયફૂન વિફાની ભયાવહ અસરને કારણે ૪૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ૨૫૦થી વધુ રહેવાસીઓએ તોફાન આશ્રયસ્થાનોમાં આશરો લીધો છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
