હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માત્ર કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રીથી નોકરી નહીં મળેઃ કૌશલ્યને વધુ મહત્વ
ગૂગલના એન્જિનિયરે આપી સલાહ

નવી દિલ્હી તા.૨૧: થોડા દાયકા પહેલા સુધી બી.ટેક ડિગ્રીનું ઘણું મૂલ્ય હતું. તેમાં પણ જો કોઈએ કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક કર્યું હોય, તો તેને ખૂબ માન આપવામાં આવતું હતું. પરંતુ હવે નોકરીનું માર્કેટ ઘણું બદલાઈ ગયું છે. AIના આવવાની સાથે એન્જિનિયરોએ ડિગ્રીની સાથે અન્ય સ્કિલ અને ક્રિએટિવિટી પર પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ગૂગલના એન્ડ્રોઇડ હેડ અને ગૂગલ પ્લેના વાઇસ પ્રેસિડેન્ટ સમીર સામતે એન્જાિનિયરોને ખૂબ જ ઉપયોગી સલાહ આપી છે.
ગુગલમાં ટોચના હોદ્દા પર રહેલા સમીર સામતે જણાવ્યું હતું કે ઔપચારિક શિક્ષણ ખૂબ જ મૂળભૂત છે, વાસ્તવિક સિદ્ધિ સતત શીખવા અને નવીનતાથી આવે છે. ટેક ઉદ્યોગ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે.આવી સ્થિતિમાં, એન્જાિનિયરો માટે AI, મશીન લર્નિગ અને ક્લાઉડ કમ્પ્યુટિગ જેવા ક્ષેત્રોમાં નિપુણતા મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ટીમવર્ક અને કોમ્યુનિકેશન કૌશલ્યને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે. સમીર સામતના મતે, ડિગ્રી એ એક શરૂઆત છે, પરંતુ નેતૃત્વ અને સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા એ છે જે એન્જાિનિયરને ખાસ બનાવે છે.
જો તમને નોકરી જોઈતી હોય, તો કામ શીખી લેજો આજકાલ ડિગ્રી કરતાં કૌશલ્યને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેથી, ફક્ત પુસ્તકીય જ્ઞાનને બદલે વ્યવહારુ કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે.
૧. ડિગ્રી હટકર વિચારજો
ગુગલના એન્ડ્રોઇડ હેડ અને ગુગલ પ્લેના વાઇસ પ્રેસિડેન્ટ સમીર સામતે એન્જિનિયરોને તેમની ડિગ્રીથી આગળ વિચારવાની સલાહ આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર ઔપચારિક શિક્ષણ સફળતાની ગેરંટી આપતું નથી. તેથી, ટેકનિકલ કૌશલ્યની સાથે, સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય પણ વિકસાવો.
૨. સ્કિલ અને અડેપ્ટેબિલિટી પર ફોક્સ કરો
સમીર સામતે જણાવ્યું હતું કે ટેક ઉદ્યોગ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. તેથી, એન્જાિનિયરોએ નવીનતમ વલણો સાથે તાલમેલ રાખવાની જરૂર છે. તેમણે AI , મશીન લર્નિગ અને ક્લાઉડ કમ્પ્યુટિગ જેવા ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી .
૩. ટીમવર્ક અને કમ્યુનિકેશન સ્કિલ જરૂરી છે
સમીર સામતે એ વાત પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું કે ટેકનિકલ જ્ઞાનની સાથે ટીમવર્ક અને કોમ્યુનિકેશન કૌશલ્ય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે એન્જાિનિયરોએ તેમની ટીમ સાથે સંકલનમાં રહીને કામ કરવું જોઈએ અને જટિલ તકનીકોને સરળ રીતે સમજાવી શકવા જોઈએ.
૪. યુઝર સેન્ટ્રિક અપ્રોચનું ધ્યાન રાખો
ગુગલના સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે, સમીર સામતે એન્જાિનિયરોને વપરાશકર્તા-કેન્દ્રિત ઉત્પાદનો બનાવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે ટેકનોલોજીનું વાસ્તવિક મૂલ્ય ત્યારે સામે આવે છે જ્યારે તે વપરાશકર્તાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. એન્જાિનિયરોએ વપરાશકર્તા અનુભવ ( UX) અને તેમની જરૂરિયાતોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
૫. ગુગલનો પ્લાન શું છે?
સામતે ગુગલની એન્ડ્રોઇડ સ્ટ્રેટેજી વિશે પણ વાત કરી. આમાં ભારત જેવા ઉભરતા દેશો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ગુગલ સસ્તા સ્માર્ટફોન અને સ્થાનિક એપ્સ દ્વારા વધુને વધુ લોકોને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા પર કામ કરી રહ્યું છે.(૩૮.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
