<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

પૂરનું રિપોર્ટિગ કરતો પાકિસ્‍તાનનો ટીવી-જર્નલિસ્‍ટ તણાઈ ગયો

કેમેરામાં કેદ થયેલી આ નાટકીય ઘટના સોશ્‍યલ મીડિયા પર વાઇરલ

રાવલપીંડી,તા.૨૧: પાકિસ્‍તાનમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યાં છે ત્‍યારે રાવલપિડીના ચાહાન ડેમ નજીક લાઇવ પ્રસારણ વખતે એક ટીવી-પત્રકાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો અને તેણે જીવ ગુમાવ્‍યો હતો. કેમેરામાં કેદ થયેલી આ નાટકીય ઘટના સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ વિડિયોમાં દેખાય છે કે પત્રકાર ગળા સુધીના પાણીમાં ઊભો રહીને લાઇવ કવરેજ આપી રહ્યો હતો. પત્રકારના હાથમાં માઇક છે, પરંતુ તે પાણીના પ્રવાહમાં અટવાઈ જાય છે અને જોરથી પાણી સાથે ખેંચાઈ જાય છે. ગયા વર્ષે કમર સુધીના પૂરમાં આવા જ અહેવાલ પછી તે ચર્ચામાં આવ્‍યો હતો. ગયા વર્ષે પૂરના પાણીમાં રિપોર્ટિગ કરતો પાકિસ્‍તાની પત્રકાર (ડાબે) આ વર્ષે આ રીતે જ રિપોર્ટિગ કરતી વખતે તણાઈ ગયો હતો.

(9:41 AM IST)