તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 21st July 2025
ગળામાં લોખંડની ચેન પહેરીને હોસ્પિટલમાં ગયો શખ્સઃ MRI મશીને અંદર ખેંચી લીધોઃ મોત
અમેરિકાના લોંગ આઈલેન્ડમાંથી એક ચોંકાવનારો અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી

લોંગ આઈલેન્ડ તા.૨૧: દુર્ઘટના ક્યાંય પણ અને કોઈ પણ રીતે થઈ શકે છે. એક શખ્સ કોઈ સંબંધીને સારવાર કરાવવા માટે હોસ્પિટલે લઈને ગયા હતા. તે એમઆરઆઈ મશીન પાસે હતો, જ્યારે મશીને અચાનક તેના ગળામાં રહેલી ચેનને ખેંચી લીધી, તેની સાથે આ ભાઈ પણ ખેંચાતો ગયો. પછી જે થયું તો હચમચાવી શકે છે.
અમેરિકાના લોંગ આઈલેન્ડમાંથી એક ચોંકાવનારો અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી હતી, જેમાં એક ૬૧ વર્ષિય વ્યક્તિનું મોત થઈ ગયું. આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે વ્યક્તિ ભૂલથી લોખંડની મોટી ચેન પહેરીને એમ આર આઇ મશીનના રુમમાં જતો રહ્યો. તેને ચેન સહિત ખેંચી લીધો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને બીજા દિવસે તેનું મોત થઈ ગયું. આ દુર્ઘટના બુધવારે નૈસાઉ કાઉન્ટીમાં પોલીસ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વ્યક્તિના ગળામાં લોખંડની ભારે ચેન પહેરેલી હતી. જેવું તે મશીનની નજીક ગયો, મશીને તેની ચેન ખેંચી લીધી. એમ આર આઇ મશીનમાં ખૂબ જ શક્તિશાળી મેગ્નેટિક ફીલ્ડ હોય છે, જે કોઈ પણ ધાતુને જબરદસ્ત તાકાતથી પોતાના તરફ ખેંચી લે છે. આ જ કારણ છે કે એમ આર આઇ કરાવતા પહેલા દર્દીને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવે છે કે તે શરીરમાંથી ધાતુની તમામ વસ્તુઓ હટાવી દે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મૃતકને રુમમાં જવાની ના પાડી હતી, પણ તેના સંબંધીએ જોરથી ચીસ પાડી તો તે દોડીને રુમમાં ઘૂસી ગયો. અમુક સાક્ષીઓએ જણાવ્યું કે, જ્યારે તેના પરિવારના સભ્યને દુખાવો થઈ રહ્યો હતો, તો તે ખુદને રોકી શક્યો નહીં અને સુરક્ષા નિર્દેશોને તોડતા રુમમાં ઘૂસી ગયો. ઘટના બાદ વ્યક્તિને ગંભીર અવસ્થામાં નોર્થ શોર યૂનિવર્સિટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ગુરુવારે તેને મૃત જાહેર કર્યો. આમ પણ હોસ્પિટલના ડોક્ટરની વાત માનીએ તો, જો આ ચેન ગળાની ચારેતરફ વીંટાયેલી હોય તો તેનાથી ગળું દબાવવા જેવી ઘટના થઈ શકે. તેનાથી દમ ઘુંટાવો, ગળાના હાડકાને નુકસાન થવું અથવા કરોડરજ્જૂના હાડકાને ઈજા થવી શક્ય છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
