News of Monday, 21st July 2025
બોલીવૂડ એક્ટર નીકળ્યો માસ્ટર માઇન્ડ, ભારત-પાકિસ્તાન વચ્ચે રમાડવા માંગતો હતો મેચ, વિવાદ વધ્યો તો માફી માગી
વર્લ્ડ લીજેન્ડસ ચેમ્પિયનશીપના આયોજકોએ X પર નિવેદન જારી કરી માફી માંગી

નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ટાંકીને શિખર ધવન સહિત ઘણા ભારતીય સ્ટાર્સે રમવાથી ઇનકાર કર્યા પછી, વર્લ્ડ લીજેન્ડ્સ ચેમ્પિયનશીપ (WCL)માં ભારત અને પાકિસ્તાનના વેટરન ખેલાડીઓ વચ્ચે રવિવારે રમાનાર મેચ રદ કરવામાં આવી છે.
બોલીવુડ અભિનેતા અજય દેવગણ આ ચેમ્પિયનશિપનો સહમાલિક છે. WCLના આયોજકોએ X પર એક સત્તાવાર નિવેદન જાહેર કરતા મેચ રદ કરવાના નિર્ણયની જાણકારી આપી. તેઓએ લખ્યું કે, આ મેચનો હેતુ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર કેટલીક સારી યાદો બનાવવાનો હતો.
જ્યારે અમને ખબર પડી કે આ વર્ષે પાકિસ્તાનની હોકી ટીમ ભારત આવી રહી છે અને હાલમાં જ બંને દેશો વચ્ચે વોલીબોલ જેવી અન્ય રમતો રમાઈ છે તો અમે પણ વિચાર્યું કે, WCLમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડીએ, જેથી દુનિયાભરના પ્રશંસકોને કેટલીક આનંદદાયક પળો મળી શકે, પરંતુ લાગે છે કે, આ નિર્ણયથી કેટલાક લોકોની લાગણીઓ દુભાઈ છે. એટલા માટે અમે ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાનો નિર્ણય કર્યો છે. અમે એ તમામની માફી માંગીએ છીએ જેની લાગણીઓ આ નિર્ણયથી દુભાઈ છે અને આશા કરીએ છીએ કે, લોકો એ સમજશે કે, અમે માત્ર પ્રશંસકો માટે આનંદની કેટલીક પળો ઇચ્છતા હતા.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
