News of Monday, 21st July 2025
બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 ટ્રેનર વિમાન ક્રેશ : વિમાન કોલેજની ઇમારત પર પડયું : એકનું મોત : અનેકને ઇજા
આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા : અફડા તફડીનો માહોલ સર્જાયો

ઢાંકા, તા.૨૧: બાંગ્લાદેશ વાયુસેનાનું F-7 ટ્રેનર વિમાન આજે બપોરે ૧:૩૦ વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે ૧:૦૦ વાગ્યે) રાજધાની ઢાકાના ઉત્તરા ક્ષેત્રના દિયાબારી વિસ્તારમાં ક્રેશ થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તર કેમ્પસ નજીક પડી ગયું, જેના કારણે શાળા અને આસપાસના વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઈ. આ અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પોતાના જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડતા જોવા મળી રહ્યા છે.
હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી, પરંતુ અકસ્માતનું કારણ કે જાનહાનિ વિશે તાત્કાલિક માહિતી આપી ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, F-7 ચીની વિમાન છે.
એપીના અહેવાલ મુજબ, સેના અને ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ વાયુસેનાનું એક તાલીમ વિમાન ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં એક શાળાના કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા ૧ વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયા હતા.
તે જ સમયે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ, બાંગ્લાદેશ આર્મીના કર્મચારીઓ અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ યુનિટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને બપોરે ૧:૧૮ વાગ્યે માઇલસ્ટોન કોલેજ નજીક વિમાન ક્રેશ થવાની માહિતી મળી હતી, ત્યારબાદ ત્રણ યુનિટ ઘટનાસ્થળે કામ કરી રહ્યા છે, જ્યારે બે અન્ય યુનિટ રસ્તા પર તૈયાર છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાંથી ધુમાડાના વાદળો ઉડતા જોવા મળી રહ્યા છે. જોકે, અકસ્માતના કારણ કે મળત્યુઆંક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. કેટલાક સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પોસ્ટમાં પાઇલટની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
