<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

હિમાચલના ચંબામાં વાદળ ફાટયું: મકાન તૂટી પડતા ૨ મોતઃ ૩૯ રસ્‍તા બંધ

હિમાચલના ચંબા જિલ્લામાં રવિવાર રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ચંબા જિલ્લામાં કુલ ૩૯ રસ્‍તાઓ બંધ છે. આ ઉપરાંત ૨૧૪ ઈલેક્‍ટ્રિક ટ્રાન્‍સફોર્મર બંધ છે, જેના કારણે ઘણા વિસ્‍તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ૬૨ પીવાના પાણીની યોજનાઓને અસર થઈ છે, જેના કારણે હજારો લોકો પીવાના પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં ૫ ઘરોને નુકશાન થયું છે, જેમાં એક કાચું ઘર સંપૂર્ણપણે પડી ગયું છે. એક ગૌશાળા અને એક નાનો પુલ પણ વરસાદનો ભોગ બન્‍યો છે. સૌથી દુઃખદ ઘટના ચંબાના સબ-ડિવિઝનનામ મહલા વિસ્‍તારમાં આજે સવારે ભૂસ્‍ખલનને કારણે એક ઘર તૂટી પડયું હતું. જેમાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું છે.

(3:59 PM IST)