હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શાહિદ આફ્રિદી અને અજય દેવગનની વાતચીતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોબાળો મચ્યોઃ લોકોએ આ ફોટો પર નારાજગી વ્યક્ત
ભારત-પાકિસ્તાન વિવાદ દરમિયાન આફ્રિદીએ ભારતીય સેનાની મજાક ઉડાવી હતી ત્યારબાદ આફ્રિદી સાથેનો આ ફોટો જોઈને ઘણા ચાહકો અજયની ટીકા પાત્ર બન્યા

મુંબઇઃ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. શિખર ધવન, યુસુફ પઠાણ, હરભજન સિંહ અને અન્ય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મેચ રદ થયા બાદ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવૂડ સ્ટાર અજય દેવગન પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. એ સાચું છે કે અજય આફ્રિદીને મળ્યો છે. પરંતુ આ પાછળનું સત્ય કંઈક બીજું છે.
અજય દેવગન અને શાહિદ આફ્રિદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકોએ આ ફોટો પર નારાજગી વ્યક્ત કરી છે. ભારત-પાકિસ્તાન વિવાદ દરમિયાન આફ્રિદીએ ભારતીય સેનાની મજાક ઉડાવી હતી, ત્યારબાદ આફ્રિદી સાથેનો આ ફોટો જોઈને ઘણા ચાહકો અજયની ટીકા કરી રહ્યા છે. એ સાચું છે કે અજય અને આફ્રિદીનો આ ફોટો વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટનો છે, પરંતુ આ ફોટો આ વર્ષનો નથી, પરંતુ ગયા વર્ષનો છે.
નોંધનીય છે કે અજય દેવગન પણ આ ટુર્નામેન્ટના સહ-માલિક છે અને તેમણે ગયા વર્ષે ફાઇનલ મેચમાં ભાગ લીધો હતો. વાયરલ થઈ રહેલી તસવીર WCL 2024 ની ફાઇનલ મેચની છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે એજબેસ્ટન ખાતે રમાઈ હતી. ભારતીય ટીમે તે મેચ જીતી હતી.
ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન ચેમ્પિયન્સ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરવાની હતી. પરંતુ આ મેચ રદ થયા બાદ ઇન્ડિયા ચેમ્પિયન્સ 22 જુલાઈ, મંગળવારના રોજ દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ સામે પોતાની પહેલી મેચ રમશે. આ મેચ નોર્થમ્પ્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
