હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના જન્મદિવસની પાઠવી શુભેચ્છા
પ્રિયંકા ગાંધીએ સુગર ફ્રી ખજૂરનું કેક બનાવી મલ્લિકાર્જુન ખડગેના જન્મદિન કરી ઉજવણી

નવી દિલ્હીઃ આજે, 21 જુલાઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો જન્મદિવસ છે. ખડગેએ તેમનો 83મો જન્મદિવસ ઉજવ્યો. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે પ્રિયંકા ગાંધીએ ખડગેજી માટે ખજૂરની કેક બનાવી છે.
સુપ્રિયા શ્રીનેતે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કર્યું, "ખડગેજી મીઠાઈઓ ટાળે છે, આજે તેમનો જન્મદિવસ છે, તેથી પ્રિયંકાજીએ તેમના માટે ખાંડ વગરની ખજૂરની કેક બનાવી છે. નાની નાની બાબતોથી તમારા વડીલોની સંભાળ રાખવી એ આદર અને પ્રેમ છે. આ આપણા મૂલ્યો છે"
સંસદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને કેક કાપવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ઘણા અન્ય સાંસદો હાજર હતા. મલ્લિકાર્જુન ખડગેએ બધાની વચ્ચે કેક કાપી હતી. તેમણે પ્રિયંકા ગાંધી દ્વારા બનાવેલી ખજૂરની કેક કાપી હતી.
જ્યારે ખડગેએ કેક કાપી, ત્યારે ત્યાં હાજર બધાએ તાળીઓ પાડી. રાહુલ ગાંધીએ ખડગેને કેક ખવડાવ્યો, ત્યારબાદ ખડગેએ રાહુલ ગાંધીને પણ કેક ખવડાવ્યો. ખડગેએ પ્રિયંકા ગાંધીને પણ કેક ખવડાવ્યો. પ્રિયંકા ગાંધીએ ખડગેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને શાલ આપીને તેમનું સન્માન કર્યું. ખડગેની બાજુમાં રાહુલ ગાંધી બેઠા જોવા મળ્યા, રાહુલે ખડગેને ફૂલોનો ગુલદસ્તો અર્પણ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, "રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. હું તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું."
ખડગેનો જન્મ 21 જુલાઈ 1942 ના રોજ કર્ણાટકના બિદર જિલ્લાના ભાલકી તાલુકાના વરાવથી ગામમાં થયો હતો. રાજકારણમાં તેમની સફર દાયકાઓ લાંબી છે. ખાગરે 2022 થી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
