હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દ્રશ્યમ સ્ટાઇલ મર્ડરઃ પત્નિએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
ફિલ્મી કહાની લોકોની જીવનની ક્રુર હકીકત બની રહી છેઃ કોઇનું ધ્યાન ના જાય તે માટે મૃતદેહ દાટી, ટાઇલ્સથી ચણાવી દીધું

મુંબઈ,તા.૨૨: મહારાષ્ટ્રના નાલાસોપારાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહિ એક મહિલાએ તેના બોયફ્રેન્ડની મદદથી તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી અને તેના મૃતદેહને ઘરમાં દાટી દીધો હોવાનું સામે આવ્યું છે. નાલાસોપારા પૂર્વના ગંગાદીપડા વિસ્તારમાં આવેલી સાઈ વેલ્ફેર સોસાયટીની એક ચાલીમાં હત્યા પછી મહિલાએ તેના સાળાને ટાઇલ્સ લગાવવાનું કહીને લાશ છુપાવી દીધી હતી. મૃતક વ્યક્તિનું નામ વિજય ચૌહાણ છે. હત્યાના આરોપી મહિલાનું નામ ગુડિયા ચૌહાણ અને તેના પ્રેમીનું નામ મોનુ વિશ્વકર્મા હોવાનું કહેવાય છે. આ દંપતીને ૮ વર્ષનો એક પુત્ર પણ છે.
એવું કહેવાય છે કે, મૃતક વિજયની પત્ની ગુડિયાનું મોનુ સાથે અફેર હતું. વિજય તેમના સંબંધોમાં અવરોધ બની રહ્યો હતો, તેથી બંનેએ એક યોજના બનાવી અને વિજયની નિર્દયતાથી હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, ગુનો છુપાવવા માટે આરોપીએ મૃતદેહને ઘરમાં જ દાટી દીધો હતો.
આ ઘટના પછી જ્યારે પરિવારના સભ્યોએ વિજય વિશે પૂછ્યું, ત્યારે ગુડિયાએ સતત તેઓને પતિ વિશે ગેરમાર્ગે દોર્યા કરતી હતી. ઘણા દિવસો પછી,જ્યારે પરિવારના સભ્યોએ વિજયના ઘરનો દરવાજો તોડ્યો, ત્યારે તેમને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. આ પછી તેઓએ જમીન ખોદી, ત્યારે તેમાંથી વિજયનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટના ૧૫ દિવસ પહેલા બની હતી. પરંતુ બે દિવસ પહેલા મહિલાના મોબાઈલ પર કેટલાક શંકાસ્પદ સંદેશા મળ્યા બાદ પોલીસને શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન આ કમકમાટીભરી હત્યાનો ખુલાસો થયો હતો. હાલમાં આરોપી મહિલા અને તેનો પ્રેમી ફરાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
