હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
છેલ્લી ઘડી સુધી વંદે ભારત ટ્રેન માટે ટિકિટ બુક થઈ શકશે
જો ચાલુ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય તો મુસાફરો આગમનના ૧૫ મિનિટ પહેલા સુધી ટિકિટ બુક કરાવી શકશે

નવી દિલ્હી,તા.૨૨: જો દક્ષિણ રેલ્વેમાં હાલમાં ચાલી રહેલ પાયલોટ પ્રોજેક્ટ સારી રીતે કાર્ય કરે તો અમદાવાદ અને પヘમિ રેલ્વેના અન્ય ભાગોમાં મુસાફરો ટૂંક સમયમાં ટ્રેનના તેમના સ્ટેશન પર આગમનના ૧૫ મિનિટ પહેલા સુધી વંદે ભારત ટિકિટ બુક કરાવી શકશે.
દક્ષિણ રેલ્વેએ ૧૭ જુલાઈથી એક નવી સિસ્ટમ્સ શરૂ કરી છે, જેનાથી મુસાફરો રૂટ પરના સ્ટેશનો પર આઠ વંદે ભારત ટ્રેનો માટે ટિકિટ બુક કરાવી શકશે, ટ્રેન તે ચોક્કસ સ્ટેશનથી પ્રસ્થાન થાય તેના ૧૫ મિનિટ પહેલા.ટિકિટ બુક કરાવી શકશે.
હાલમાં, આ સુવિધા મેંગલુરુ સેન્ટ્રલ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અને તેની રીટર્ન સેવા જેવી ટ્રેનો માટે ઉપલબ્ધ છે. સ્ટેશનો પર વર્તમાન બુકિગ માટે ખાલી બેઠકો ઉપલબ્ધ રહેશે.
મધ્ય રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સુવિધા અમારા વિભાગ હેઠળની આઠ વંદે ભારત ટ્રેનો માટે શરૂ કરવામાં આવી છે અને તે સીટની ઉપલબ્ધતાને આધીન છે. મુસાફરો આ ટિકિટો ઓનલાઈન પણ બુક કરાવી શકે છે.(૪૦.૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
