<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

જાસ્‍ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગની તૈયારીઃ ૧૪૫ સાંસદોએ સ્‍પીકરને પત્ર સુપરત કર્યો

જાસ્‍ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગની તૈયારીઃ ૧૪૫ સાંસદોએ સ્‍પીકરને પત્ર સુપરત કર્યો

નવી દિલ્‍હી,તા.૨૨: રોકડ કૌભાંડમાં ફસાયેલા જાસ્‍ટિસ યશવંત વર્માની મુશ્‍કેલીઓ કદાચ ખૂબ જ ટૂંક સમયમાં વધવાની છે. ભલે તેમણે સુપ્રીમ કોર્ટમાં તેમની સામે રજૂ કરાયેલા તપાસ અહેવાલને પડકાર્યો હોય, પરંતુ સરકારે તેમની સામે મહાભિયોગ લાવવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું હતું અને પહેલા જ દિવસે ૧૪૫ લોકસભા સાંસદોએ જાસ્‍ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્‍તાવ પર હસ્‍તાક્ષર કર્યા હતા.

આ સાથે, ૫૪ રાજ્‍યસભા સાંસદોએ પણ હાઈકોર્ટના જજ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્‍તાવને સમર્થન આપ્‍યું છે. સાંસદો દ્વારા હસ્‍તાક્ષર કરાયેલ આ મેમોરેન્‍ડમ લોકસભા સ્‍પીકર ઓમ બિરલા અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ જગદીપ ધનખરને સુપરત કર્યા પછી, જાસ્‍ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાંસદોએ બંધારણના અનુચ્‍છેદ ૧૨૪, ૨૧૭ અને ૨૧૮ હેઠળ આ પગલું ભર્યું છે.(૪૦.૬)

(9:34 AM IST)