હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
NSUI પ્રેસિડન્ટે ૧૯ વર્ષની સ્ટુડન્ટ સાથે દુષ્કર્મ આચર્યુઃ ધરપકડ

ભુવનેશ્વર,તા.૨૨: કોન્ગ્રેસ સ્ટુડન્ટ વિગના અને ઓડિશાના નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઉદિત પ્રધાન મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ઉદિત પ્રધાને એક ગર્લ સ્ટુડન્ટ સાથે દુષ્કર્મ આચર્યું છે તે મુદ્દે તેઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાએ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. એનએસયુઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હરું કે, વર્તમાન ઘટનાને ધ્યાનમાં રાખતાં એનએસયુઆઈ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓડિશા રાજ્ય અધ્યક્ષને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એનએસયુઆઈ લિગ આધારિત અન્યાય સામે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. બાલાસોર પીડિતાને ન્યાય અપાવવા માટે અમારી લડાઈ ચાલુ જ રહેશે.
રિપોર્ટ પ્રમાણે પીડિતા તેની બહેનપણી સાથે ભુવનેશ્વરમાં માસ્ટર કેન્ટીન સ્ક્વેર ખાતે ગઈ હતી. ત્યાં બહેનપણીએ પીડિતનો પરિચય ઉદિત પ્રધાન સાથે કરાવ્યો હતો. ત્યારબાદ તેઓ બધાં ઉદિત પ્રધાનના વાહનમાં બેસીને નયાપલ્લી વિસ્તારમાં આવેલ એક હોટલમાં પહોંચ્યાં હતાં. ઉદિત પ્રધાને પીડિતાને સોફટ ડ્રિક આપ્યું હતું. જેમાં તેઓએ ડ્રગ્સ ભેળવ્યું હતું. આ સોફટ ડ્રિક પીધાના થોડાક સમયમાં પીડિતાને ચક્કર આવ્યા હતા. પીડિતાએ તેઓને ઘરે મૂકી જવા કહ્યું હતું પણ. ઉદિત અને અન્ય લોકોએ તેની વાત સાંભળી નહીં. ત્યારબાદ પીડિતા બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે એને ભાન થયું કે પોતાની સાથે ઉદિત પ્રધાન દ્વારા બળાત્કાર થયો છે. ઉદિત પ્રધાને પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપીને મોઢું બંધ કરાવી દીધી હતું.
પીડિતા જણાવે છે કે, તે મારી બાજુમાં બેઠા અને મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. ત્યારબાદ તેઓ મને એક હોટલમાં લઈ ગયા, એક રૂમમાં તેઓ દારૂ પીવા લાગ્યા. હું દારૂ પીતી ન હોવાથી મેં ઇનકાર કર્યો. ત્યારે ઉદિત પ્રધાને મને એક ગ્લાસ સોફટ ડ્રિક આપ્યું હતું, તેં પીતાં જ મને ચક્કર આવવા માંડ્યા હતા. મેં તેઓને ઘરે મૂકી જવા કહ્યું. જ્યારે મને ભાન આવ્યું, ત્યારે મેં ઉદિત પ્રધાનને મારી બાજુમાં સૂતેલા જોયા. મને દર્દ થઈ રહ્યું હતું. હું સમજી ગઈ કે મારી સાથે કંઇક ખોટું કરવામાં આવ્યું છે. રવિવારે મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.(૪૦.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
