હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટાલ પડવી પરમેનેન્ટ નથી, હવે સર્જરી અને દવા વગર પોસિબલ છે ‘‘હેર રિગ્રોથ''
વૈજ્ઞાનિકનો દાવો- ટાલ પડવાથી છુટકારો મેળવવા માટે સર્જરી અને દવા જ એકમાત્ર રસ્તો નથીઃ નેચરલ રીતે પણ વાળને ફરીથી ઉગાડી શકાય છે

નવી દિલ્હી તા.૨૨: કોઈપણ સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ કે ભારે દવાઓ વિના કુદરતી રીતે વાળ ઉગાડી શકાય છે. આ દાવો હાલમાં કરવામાં આવેલ એક મેડિકલ સ્ટડીમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટેમ સેલ રિસર્ચ એન્ડ થેરાપી જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીમાં આવાત જાણવા મળી છે કે, ટાલ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, વાળના ફોલિકલ્સ ખરેખર મૃત્યુ પામતા નથી. તેઓ ફક્ત ડિએક્ટિવ થઈ જાય છે. તેથી જો વૈજ્ઞાનિકો આ સંકેતોને ઠીક કરી શકે, તો કોઈપણ ખર્ચાળ સારવાર વિના વાળનો ગોથ ફરી શરૂ થઈ શકે છે. ધ એસ્થેટિક ક્લિનિક્સના ફેશિયલ પ્લાસ્ટિક સર્જન અને સ્ટડીના મુખ્ય લેખકોમાંથી એક ડો. દેબરાજ શોમનું કહેવું છે તેવું
હેર ગ્રોથ યોગ્ય સિગ્નલને વધારીને, અવરોધ કરતા સિગ્નલોને અવરોધિત કરીને અથવા ખામીયુક્ત જીનને સુધારીને, વૈજ્ઞાનિકો માને છે કે નિષ્ક્રિય વાળના ફોલિકલ્સને પુનર્જીવિત કરવું અને નેચરલ ગ્રોથને પ્રોત્સાહન આપવું શક્ય છે. અન્ય એક સંશોધક ડો. દિપ્તી બેલાનીએ જણાવ્યું કે, આપણે હવે ફક્ત વાળ ખરતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા નથી, પરંતુ વિકાસને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ નવો અભિગમ ખરેખર લોકોને તેમના વાળ પાછા ઉગાડવામાં મદદ કરી શકે છે.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાણીઓના પરીક્ષણો સફળ રહ્યા બાદ આગામી બે વર્ષમાં માનવ પરીક્ષણ શરૂ થવાની અપેક્ષા છે.
ટાલ પડવી જેનેટિક હોવાની સાથે જ લાઈફસ્ટાઈની આદતોથી પણ ટ્રિગર થાય છે.
ટાલ પડવાની સારવાર તેના કારણો પર આધાર રાખે છે. જો વાળ ખરવાનું કારણ પોષક તત્વોનો અભાવ અથવા તબીબી સ્થિતિ હોય તો તેના માટે ઉપાયો કરી શકાય છે.
વાળ ખરતા અટકાવવા માટે શેમ્પૂ કરતા પહેલા તેલ લગાવવું, હેલ્ધી ખોરાક લેવો, સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂરી છે. આ સાથે જ ટાઇટ હેર સ્ટાઇલ, કેમિકલવાળા પ્રોડક્ટ્સ અને પ્રદૂષણથી બચવું જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
