News of Tuesday, 22nd July 2025
નદીમાં પડેલા ચંપલમાં જીવ એવો અટવાયો કે યંગસ્ટર લપસીને જીવ ગુમાવી બેઠો

સિવની તા.૨૨: મધ્ય પ્રદેશના સિવનીમાં શનિવારે પિકનિક સ્પોટ પરેવા ખોહ પર ફરવા ગયેલો ૨૦ વર્ષનો આયુષ નામનો યુવાન નદીમાં પડેલાં ચંપલને કાઢતી વખતે તણાઈ ગયો હતો અને તેણે જીવ ગુમાવ્યો હતો. આયુષ તેના પાંચ મિત્રો સાથે ફરવા ગયો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં આયુષ લાકડીની મદદથી નદીમાં પડી ગયેલાં તેનાં ચંપલ કાઢવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. ચંપલ કાઢવામાં તેનો જીવ એવો અટવાયેલો હતો કે અચાનક તેનો પગ લપસી ગયો હતો જેને કારણે તે જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
