<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સીબીએસઇ સ્‍કુલમાં ક્‍લાસરૂમથી લઈને રમત-ગમત મેદાન સુધી કેમેરા ફરજિયાત

વાલીઓને મળશે રાહત

નવી દિલ્‍હી તા.૨૨: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન ની શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને એક મહત્‍વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેનાથી સીબીએસઇમાં જેમના બાળકો અભ્‍યાસ કરે છે તેમના વાલીઓને થોડી રાહત મળી રહેવાની છે. હવે તમામ સીબીએસઈ સાથે સંલગ્ન શાળાઓ માટે તેમના સમગ્ર કેમ્‍પસમાં હાઈ-રિઝોલ્‍યુશન સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવવામાં આવ્‍યા છે.

સીબીએસઈએ તેમના પોતાના નિયમોમાં સંશોધન કરીને હવે કહ્યું છે કે હવે દરેક શાળામાં દેખરેખ માટેની વ્‍યવસ્‍થા કરવી પડશે. જેનાથી દરેક બાળકોનો એક સુનિヘતિ રેકોર્ડ બની શકે. તેમજ આ કેમેરા માત્ર વિડિયો નહી પરંતુ ઓડિયોની સાથે રેકોર્ડીંગ કરશે. આ નિર્ણય શાળાઓમાં વધતી અમુક ઘટનાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્‍યાને લઈને લેવામાં આવ્‍યો છે.

બોર્ડે કરેલા નવા દિશા નિર્દેશો અનુસાર, શાળાના મુખ્‍ય ગેટ, વર્ગખંડ, સ્‍ટાફ રૂમ, લેબ, લાઈબ્રેરી, કેન્‍ટીન, લોબી, સીડીઓ, રમતનું મેદાન તેમજ શૌચાલયની બહારના ભાગે મહત્‍વની જગ્‍યાઓ પર હાઈ ક્‍વોલીટી કેમેરા લગાવવાના રહેશે. જો કે ટોઇલેટ કે વોશરૂમની અંદરના ભાગમાં કેમેરા નહી લગાવવામાં આવે.

બોર્ડે એમ પણ કહ્યું છે કે કેમેરા એવી સ્‍ટોરેજ ડીવાઈસ સાથે જોડાયેલા હોય કે જેનાથી ૧૫ દિવસ સુધીનો રેકોર્ડ સાચવી શકાય. જેનો ઉદેશ્‍ય એ છે કે જો કોઈ ઘટના ઘટે છે તો ફૂટેજની મદદથી હકીકત સામે લાવી શકાય.

(9:52 AM IST)