<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

મહત્વના સંખ્યાબંધ સમાચારો ઉડતી નજરે

*પાટનગર દિલ્હીમાં ફરી એકવાર ૩.૨ ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો છે, કેન્દ્ર બિંદુ ફરીદાબાદમાં નોંધાયું છે

* રશિયાના કામચટકા કિનારે ૬.૪ નો ફરી મહા ભૂકંપ આવ્યો છે, આફ્ટર શોકની સંભાવના

* બાંગ્લાદેશમાં ઢાકાની માઇલ સ્ટોન સ્કૂલ અને કોલેજ ઉપર લશ્કરનું તાલીમી વિમાન તૂટી પડવાની ઘટનામાં ૨૫ વિદ્યાર્થીઓ, એક શિક્ષક અને પાયલોટ સહિત મૃત્યુ આંક ૨૭ સુધી પહોંચ્યો છે. ૧૭૧ લોકોને ઈજા થઈ છે જેમાંથી ૭૮ની સ્થિતિ ગંભીર છે.

*યુપીના વારાણસીમાં ગંગા નદીનું જલસ્તર સતત વધતું જાય છે

* મેઘા પાટકર વિરુદ્ધ બદનક્ષી કેસમાં આજે સુનાવણી

* ભારતીય લશ્કરને આજે પ્રથમ અપાચે હેલિકોપ્ટર મળશે

* હોલીવુડ અભિનેતા માલકમ જમાલ વોર્નરનું કોસ્ટારિકાના દરિયાકાંઠે સ્વિમિંગ દરમિયાન દુર્ઘટના સર્જાતા કરુણ અવસાન

* ઈરાન ફરી એક વખત પોતાનો એટોમિક કાર્યક્રમ શરૂ કરવાની તૈયારીમાં છે કેટલાક યુરોપિયન દેશો સાથે વાટાઘાટો પણ થઈ રહી છે

(10:37 AM IST)