હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એપલ અને ક્રોમાને કન્ઝ્યુમર કોર્ટનો ફટકો
ફોનની ડિફેક્ટને કારણે આઇફોનના ૬૫,૨૬૪ રૂપિયા કસ્ટમરને પાછા આપવાનો આદેશ

મુંબઇ, તા.૨૨: ક્રોમા સ્ટોરમાંથી ઍપલનો આઇફોન લીધાના કેટલાક જ દિવસોમાં એના સ્પીકર ફોનનું ફંક્શન બંધ થઈ જતાં આ બાબતે કરવામાં આવેલી ઘણીબધી ફરિયાદોનો નિવેડો ન આવતાં ધ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન, મુંબઈ (સબર્બ્સ)માં ફરિયાદ કરવામાં આવી હતી. કન્ઝ્યુમર કોર્ટે એ સંદર્ભે કસ્ટમરના પક્ષમાં ચુકાદો આપીનો ઍપલ અને ક્રોમાને ફોનની ખરીદકિંમત ૬૫,૨૬૪ રૂપિયા કસ્ટમરને પાછા આપવાનો ચુકાદો આપ્યો હતો.
કસ્ટમરે ક્રોમાના સ્ટોરમાંથી ૨૦૨૧ની ૧૧ જૂને ૬૫,૨૬૪ રૂપિયામાં આઇફોન ખરીદ્યો હતો. થોડા જ વખતમાં ફોન ચાલુ હોય ત્યારે વાપરી શકાય એવું સ્પીકર ફોનનું ફંક્શન બંધ થઈ જવાથી કસ્ટમરે ઍપલના સર્વિસ-સ્ટેશનમાં ફોન બતાવ્યો હતો, પણ એ સમસ્યાનું રિપેરિંગ એમ કહીને ટાળી દેવામાં આવ્યું કે તમે ફોનમાં અનઑથોરાઇઝ્ડ મૉડિફિકેશન કર્યાં છે એટલે એની વૉંરન્ટીની સર્વિસ હેઠળ સર્વિસ નહીં થઈ શકે. એ પછી ઘણીબધી ફરિયાદો અને ઈ-મેઇલ કર્યા પછી પણ આ સમસ્યાનો નિવેડો ન આવતાં કસ્ટમરે ધ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં આ બાબતે ફરિયાદ દાખલ કરી હતી. જોકે એની સુનાવણી દરમ્યાન કસ્ટમરનું અવસાન થયું હતું. એ પછી તેમના વારસોએ તેમના વતી એ કેસ લડવાનું ચાલુ રાખ્યું હતું. ઍપલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફોનના ડિવાઇસ સાથે અનઑથોરાઇઝ્ડ મૉડિફેકિશન કરવામાં આવ્યું હોવાથી કંપનીની ટર્મ્સ અને કન્ડિશનનો ભંગ થાય છે એટલે એ બદલ વળતર ન આપી શકાય.
જોકે કમિશને આ સંદર્ભે આપવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરીને કહ્યું હતું કે ઍપલ ચોક્કસ કઈ ટર્મ્સ અને કન્ડિશનનો ભંગ થયો છે એ સ્પષ્ટ કરી શકી નથી એટલે ફોનમાં ખામી હતી એમ કહી શકાય અને એ માટે મૅન્યુફૅક્ચરર અને સેલર (ક્રોમા) બન્નેને એ માટે જવાબદાર કહી શકાય. એથી કમિશને કસ્ટમરને ફોનની રકમ ૬૫,૨૬૪ રૂપિયા પાછી આપવાનો આદેશ આપ્યો હતો. એ સિવાય ફરિયાદ થઈ ત્યારથી એના પર ૬ ટકાના દરે વ્યાજ અને ૨૦૦૦ રૂપિયા કોર્ટની કાર્યવાહીના ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
