<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રાજકીય વાવાઝોડુ ઉભુ કરતું ઉપરાષ્‍ટ્રપતિનું રાજીનામું

સાચુ કારણ શું ? તબિયત કે પછી બીજુ કંઇ ? ટાઇમિંગને લઇને ઉઠતા સવાલ : વિપક્ષને રાજીનામાનું કારણ ગળે ઉતરતું નથી : સરકારને આડે હાથ લીધી : સવાલોના તીર છોડયા : સરકાર સાથે અણબનાવને કારણે પદ છોડયાની ચર્ચા

નવી દિલ્‍હી, તા.૨૨: જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્‍ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે રાજીનામામાં સ્‍વાસ્‍થ્‍ય કારણોનો ઉલ્લેખ કર્યો છે. તાજેતરમાં  ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો. ચોમાસુ સત્રના પહેલા દિવસે તેઓ સક્રિય જોવા મળ્‍યા હતા. દિવસભર ગળહ સારી રીતે ચાલ્‍યું. પણ સાંજે અચાનક એવું શું થયું કે જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું? શું ખરેખર તેમના રાજીનામા પાછળનું કારણ સ્‍વાસ્‍થ્‍ય છે કે કોઈ રાજકારણ? વાસ્‍તવમાં, જગદીપ ધનખરના રાજીનામાના સમય અંગે પ્ર‘ો ઉભા થઈ રહ્યા છે. તેમના અચાનક રાજીનામાની વાત વિપક્ષ સહિત દરેક વ્‍યક્‍તિ પચાવી શકતી નથી. પહેલા દિવસના સત્રનું સંચાલન કર્યા પછી કોઈ ઉપરાષ્‍ટ્રપતિએ રાજીનામું આપ્‍યું હોય તેવું દ્રશ્‍ય ભાગ્‍યે જ જોવા મળ્‍યું છે.પ્રથમ દિવસે એક્‍ટિવ પણ દેખાયા, તો અચાનક સાંજે રાજીનામું કેમ આપ્‍યું? તેમણે આરોગ્‍યનું કારણ આપી રાજીનામું આપ્‍યું છે. જોકે વિપક્ષ તથા રાજકીય પંડિતોને આ વાત ગળે નથી ઉતરી રહી. રાજીનામાંના ટાઈમિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

હકીકતમાં, સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસના સમાપનના થોડા કલાકો પછી જગદીપ ધનખડના રાજીનામાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષ તેમનું રાજીનામું પચાવી શકતું નથી. જગદીપ ધનખરના આ નિર્ણયના સમય અંગે ઘણા પ્ર‘ો ઉભા થઈ રહ્યા છે. પ્રશ્‍ન એ છે કે પહેલા દિવસના સત્ર પછી તેમણે રાજીનામું કેમ આપ્‍યું? જો તેમને પોતાના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા હોત, તો શું તેઓ સંસદના ચોમાસુ સત્ર પહેલાં આપી શકયા હોત? જો તેમણે રાજીનામું આપવાનું મન બનાવી લીધું હોય, તો પણ તેમણે ચોમાસુ સત્રનો પહેલો દિવસ કેમ પસંદ કર્યો? શું આ રાજીનામા પાછળ ખરેખર સ્‍વાસ્‍થ્‍ય કારણ છે કે કોઈ રાજકારણ?

રાજીનામા પર વિપક્ષ કેમ સવાલો ઉઠાવી રહ્યો છે? : કોંગ્રેસ માને છે કે ઉપરાષ્‍ટ્રપતિ ધનખર સ્‍વસ્‍થ છે. કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહ, પ્રમોદ તિવારી અને જયરામ રમેશે સોમવારે સાંજે ૫.૪૫ કલાકે જગદીપ ધનખડ દ્વારા ઉપરાષ્‍ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. તેમના મતે ઉપરાષ્‍ટ્રપતિ સ્‍વસ્‍થ હતા. વિપક્ષના આ દાવા પર પણ પ્રશ્‍નો ઉભા થઈ રહ્યા છે. ઘણા નિષ્‍ણાતો અને વિપક્ષી નેતાઓ જગદીપ ધનખરના સ્‍વાસ્‍થ્‍યના દાવાઓ પર શંકા વ્‍યક્‍ત કરી રહ્યા છે. હકીકતમાં, જગદીપ ધનખડે રાજીનામું આપ્‍યાના થોડા કલાકો પહેલા વિપક્ષી સાંસદોને મળ્‍યા હતા અને સંસદની કાર્યવાહી ચલાવી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત કોઈ ફરિયાદ વ્‍યક્‍ત કરી ન હતી.

રાજીનામા પર શંકા કેમ કરવામાં આવી રહી છે? : આ ઉપરાંત, ૨૩ જુલાઈના રોજ જગદીપ ધનખરની જયપુર મુલાકાત પણ પ્રસ્‍તાવિત હતી, જે રદ કરવામાં આવી ન હતી. એક યોગ્‍ય પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશ કહે છે કે તેઓ સાંજે ૫ વાગ્‍યા સુધી તેમની સાથે હતા અને સાંજે ૭:૩૦ વાગ્‍યે ફોન પર વાત કરી હતી. તેમનું અચાનક રાજીનામું ફક્‍ત સ્‍વાસ્‍થ્‍યના કારણોસર મર્યાદિત હોય તેવું લાગતું નથી. તે જ સમયે, કેટલાક નેતાઓએ અનુમાન લગાવ્‍યું હતું કે આ ટોચના નેતળત્‍વ સાથેના કેટલાક સંઘર્ષનું પરિણામ હોઈ શકે છે. સોમવારે સાંજે ૬-૭ વાગ્‍યા સુધી જગદીપ ધનખર સંપૂર્ણપણે સક્રિય હતા તે અંગે પ્ર‘ો ઉભા થઈ રહ્યા છે. પણ ત્રણ કલાકમાં અચાનક એવું શું થયું કે તેમને રાજીનામું આપવું પડ્‍યું?

જગદીપ ધનખડનું અચાનક રાજીનામું પચાવી ન શકાય તેવા ઘણા કારણો છે.

પ્રજો ખરું કારણ સ્‍વાસ્‍થ્‍ય હતું, તો તેમણે સંસદ સત્ર પહેલાં રાજીનામું કેમ ન આપ્‍યું? જગદીપ ધનખડે પોતાના રાજીનામા માટે સ્‍વાસ્‍થ્‍ય કારણો આપ્‍યા હતા, પરંતુ તે દિવસે તેઓ સંસદમાં સક્રિય હતા અને તેમણે કોઈ સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યા વ્‍યક્‍ત કરી ન હતી.

ચોમાસુ સત્રના પહેલા દિવસ પછી જગદીપ ધનખડનું રાજીનામું આવ્‍યું. જો તેની તબિયત ખરેખર એટલી ખરાબ હતી તો તે આખો દિવસ આટલો સક્રિય કેવી રીતે દેખાતો હતો? જો તેમનો નિર્ણય પૂર્વપ્રઆયોજિત હતો તો તેમણે સંસદ સત્રમાં કોઈ સંકેત કેમ ન આપ્‍યો?

પ્રજગદીપ ધનખરની મુલાકાત ૨૩ જુલાઈના રોજ પ્રસ્‍તાવિત હતી. શું આનો અર્થ એ છે કે આ બધું અચાનક બન્‍યું નથી?

- શું કોઈ મુદ્દા પર સરકાર સાથે સંઘર્ષનું કારણ હતું? શું ધનખર ખેડૂતોના મુદ્દા પર સરકારથી નારાજ હતા?

કેટલો કાર્યકાળ બાકી હતો?

જોકે, ધનખડના રાજીનામા બાદ આજે સંસદ સત્ર કેવું રહેશે તેના પર બધાની નજર રહેશે. જગદીપ ધનખર ૭૪ વર્ષના છે. ધનખડે ઓગસ્‍ટ ૨૦૨૨ માં ઉપરાષ્‍ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્‍યો હતો અને તેમનો કાર્યકાળ ૨૦૨૭ સુધીનો હતો. આ પહેલા તેઓ પશ્‍ચિમ બંગાળના રાજ્‍યપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમના સ્‍પષ્ટવક્‍તા નિવેદનો અને વિપક્ષ સાથેના તણાવ ઘણીવાર હેડલાઇન્‍સ બનાવતા હતા. રાજ્‍યસભામાં વિપક્ષે તેમના પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્‍યો હતો. હાલમાં, તેમણે તેમના કાર્યકાળના બે વર્ષ બાકી હોવાથી રાજીનામું આપી દીધું છે.

હવે કામ કોણ સંભાળશે? : હવે બધાની નજર આગામી ઉપરાષ્‍ટ્રપતિ કોણ બનશે તેના પર છે. ભારતીય બંધારણ મુજબ, ૬૦ દિવસની અંદર નવા ઉપરાષ્‍ટ્રપતિની પસંદગી કરવી ફરજિયાત છે. ત્‍યાં સુધી, રાજ્‍યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ કાર્યકારી અધ્‍યક્ષની જવાબદારી સંભાળશે. જગદીપ ધનખરના રાજીનામાથી માત્ર રાજકીય ચર્ચાઓ જ નહીં, પણ સંસદ સત્રના સંચાલન પર પણ પ્રશ્‍નો ઉભા થયા છે.

(3:04 PM IST)