હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડના ખંઢેરા ગામે જુગાર દરોડો 11:40 AM

પટના, તા.૨૨: બિહારમાં પટના જિલ્લામાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો. આ દરમ્યાન પ્રેમી અને પ્રેમિકાને તેના પરિવારના લોકો જોઈ ગયા. જે બાદ પરિવારે નિર્ણય લીધો, જે બાદ છોકરી અને છોકરાની જિંદગી બદલાઈ ગઈ. હકીકતમાં જોઈએ તો, આ મામલો બિહારના પટના જિલ્લાનો છે. લખીસરાયના રહેવાસી બીપીએસસી શિક્ષક પ્રવીણ કુમાર અને પ્રેમિકા સુષમા કુમારી વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. શનિવારે જ્યારે સુષમા કોલેજ ગઈ તો પ્રવીણ તેને મળવા આવ્યો. આ દરમ્યાન છોકરીના પરિવારને તેના વિશે જાણ થઈ ગઈ. બસ પછી તો શું, ઘરના સભ્યોએ તરત નિર્ણય લીધો. તેમણે બંનેને કહ્યું કે, તમે બંને લગ્ન કરી લો. ત્યાર બાદ પરિવારે બાબા અલખનાથ મંદિરમાં બંનેના હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કરાવી દીધા. આ લગ્ન દહેજ વિના થયા હતા.
લગ્ન બાદ પ્રવીણ કુમારે કહ્યું કે, તે હંમેશા દહેજ વિના લગ્ન કરવાના પક્ષમાં હતો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડના ખંઢેરા ગામે જુગાર દરોડો 11:40 AM