જયપુર વિશ્વનું ૫મું શ્રેષ્ઠ શહેર બન્યું, મુલાકાત લેવા યોગ્ય સિટીમાં સામેલ
પિક સિટીએ તેની શાહી ઓળખ અને આતિથ્યથી વિશ્વના દિલ જીતી લીધા

જયપુર તા.૨૨: રાજસ્થાનના ગુલાબી શહેર જયપુરે ફરી એકવાર તેની શાહી ઓળખ અને આતિથ્યથી વિશ્વના દિલ જીતી લીધા છે. ટ્રાવેલ એન્ડ લેઝર મેગેઝિનના વાચકોના સર્વે અને મતદાનમાં, જયપુરને વિશ્વના ટોચના મુલાકાત લેવા યોગ્ય શહેરોમાં સામેલ કરવામાં આવ્યું છે અને તેને પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે. જયપુરને આ સન્માન તેની રાજસ્થાની સંસ્કૃતિ, ગુલાબી બજારો, વૈભવી હોટલો અને શાહી કિલ્લાઓને કારણે મળ્યું છે. મેગેઝિને જયપુરને આઇકોનિક ગ્લોબલ ડેસ્ટિનેશનની શ્રેણીમાં સ્થાન આપ્યું છે. વાચકો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જયપુરને ૯૧.૩૩ ગુણ મળ્યા.
આ વૈશ્વિક રેન્કિંગ પછી, જયપુર એક પ્રીમિયમ સાંસ્કૃતિક પર્યટન સ્થળ બની ગયું છે. આ સિદ્ધિ એ વાતનો સંકેત છે કે વિશ્વભરના પ્રવાસીઓ જયપુરની સંસ્કૃતિ, વારસો અને ભોજનથી આકર્ષાય છે. પ્રવાસન નિષ્ણાતો માને છે કે આ સન્માન સાથે, રાજસ્થાનનો પ્રવાસન ઉદ્યોગ નવી ઊંચાઈઓને સ્પર્શશે.
મેગેઝિનના સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે જયપુરની શાહી હોટલો, વિશ્વ કક્ષાની ખરીદી અને રાજસ્થાની સંસ્કૃતિએ પ્રવાસીઓને ખૂબ પ્રભાવિત કર્યા હતા. સર્વેમાં, જયપુરે સાંસ્કૃતિક અનુભવ, સ્થાનિક ખોરાક, ખરીદી, આતિથ્ય અને અવિસ્મરણીય મુસાફરી અનુભવ જેવા પાસાઓ પર ઉત્તમ ગુણ મેળવ્યા.
આ રેન્કિંગ ૧ સપ્ટેમ્બરથી શરૂ થનારી નવી પર્યટન સીઝન પર પણ સકારાત્મક અસર કરશે.
વિશ્વના શ્રેષ્ઠ શહેરો - ટોચના ૧૦ રેન્કિંગ
૧.સાન મિગુએલ ડી એલેન્ડે મેક્સિકો
૨.ચિયાંગ મેઇ થાઇલેન્ડ
૩.ટોક્યો, જાપાન
૩.બેંગકોક, થાઇલેન્ડ
૪.જયપુર ભારત
૫.હોઈ એન વિયેતનામ
૬.મેક્સિકો સિટી મેક્સિકો
૭.ક્યોટો જાપાન
૮.ઉબુદ બાલી
૮.કુઝકો પેરુ.
આ મુદ્દાઓ પર ઉચ્ચ ગુણ મળ્યાઃ
૧.સાંસ્કૃતિક અનુભવ - લોક કલા, ૨.રાજસ્થાની ભોજન, ૩.અવિસ્મરણીય મુસાફરીનો અનુભવ, ૪.વિશ્વ કક્ષાની ખરીદી, ૫.મૈત્રીપૂર્ણ સ્થાનિકો.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
