<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રહેવા માટેનાં સૌથી ખરાબ શહેરોની યાદીમાં દમાસ્‍કસ ટોચ પર

વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષથી પીડાતું, સિરિયાનું દમાસ્‍કસ હજી પણ વિશ્વનું સૌથી લોએસ્‍ટ સ્‍થાન ધરાવતું શહેર છેઃ ઢાકા અને કરાચીનો પણ યાદીમાં સમાવેશ

લંડન તા.૨૨: ઇકોનોમિસ્‍ટ ઇન્‍ટેલિજન્‍સ યુનિટ દ્વારા ગ્‍લોબલ લિવેબિલિટી ઇન્‍ડેક્‍સ ૨૦૨૫ અનુસાર સિરિયાનું દમાસ્‍કસ શહેર ૨૦૨૫માં સૌથી ઓછું રહેવા યોગ્‍ય શહેર છે. આ પછી લિબિયાનું ત્રિપોલી, બંગલાદેશનું ઢાકા, પાકિસ્‍તાનનું કરાચી, અલ્‍જીરિયાનું અલ્‍જીયર્સ, નાઇજીરિયાનું લેગોસ, ઝિમ્‍બાબ્‍વેનું હરારે, પાપુઆ ન્‍યુ ગિનીનું પોર્ટ મોરેસ્‍બી, યુદ્ધગ્રસ્‍ત યુક્રેનનું કીવ અને વેનેઝુએલાનું કારાકાસ આવે છે.

૧. દમાસ્‍કસ, સિરિયાઃ વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષથી પીડાતું, સિરિયાનું દમાસ્‍કસ હજી પણ વિશ્વનું સૌથી લોએસ્‍ટ સ્‍થાન ધરાવતું શહેર છે. ચાલુ અસ્‍થિરતા, માળખાગત સુવિધાઓનું પતન અને આવશ્‍યક સેવાઓની મર્યાદિત પહોંચને કારણે જીવનની ગુણવત્તામાં ભારે ઘટાડો થયો છે.

૨. ત્રિપોલી, લિબિયાઃ રાજકીય વિભાજન અને છૂટીછવાઈ હિસા લિબિયાના ત્રિપોલીને સતત સતાવી રહી છે. વિશ્વસનીય આરોગ્‍યસંભાળનો અભાવ, નબળી જાહેર સલામતી અને આર્થિક ઊથલપાથલ અહીંના રોજિદા જીવનને સંઘર્ષપૂર્ણ બનાવે છે.

૩. ઢાકા, બંગલાદેશઃ આર્થિક વિકાસ છતાં બંગલાદેશનું ઢાકા ભીડભાડ, ટ્રાફિક ભીડ અને પ્રદૂષણનો સામનો કરે છે. આ શહેરમાં માળખાગત સુવિધાઓ ભારે તાણ હેઠળ છે, હરિયાળી મર્યાદિત છે અને જાહેર સેવાઓની ઊણપ છે.

૪. કરાચી, પાકિસ્‍તાનઃ એક સમયે સમૃદ્ધ બંદર શહેર એવું પાકિસ્‍તાનનું કરાચી અનિયંત્રિત શહેરી ફેલાવો, નબળા શાસન અને પાણી-વીજળીની અછતથી પીડાય છે, આના લીધે એનો સ્‍કોર નીચે જ રહે છે.

૫. અલ્‍જીયર્સ, અલ્‍જીરિયાઃ અલ્‍જીરિયાની રાજધાની અલ્‍જીયર્સ નબળી હવા, ઉચ્‍ચ બેરોજગારી અને મર્યાદિત રાજકીય સ્‍વતંત્રતાઓ સામે ઝઝૂમી રહી છે. અહીં માળખાગત વિકાસ ધીમો રહે છે અને જાહેર સેવાઓ પર ભરોસો રાખી શકાય એમ નથી. ૬. લેગોસ, નાઇજીરિયાઃ વસ્‍તીની લ્લષ્ટિએ આફ્રિકાનું સૌથી મોટું શહેર નાઇજીરિયાનું લેગોસ ભારે ટ્રાફિક, ભીડભાડ અને વારંવાર વીજળી ગુલ થવાનો સામનો કરે છે. આ દેશનું આર્થિક કેન્‍દ્ર છે અને શહેરી આયોજન એના ઝડપી વિકાસ સાથે તાલમેલ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

૭. હરારે, ઝિમ્‍બાબ્‍વેઃ રાજકીય અસ્‍થિરતા, ફુગાવો અને ક્ષીણ થતી માળખાગત સુવિધાઓ ઝિમ્‍બાબ્‍વેના હરારે શહેર સામેના મોટા પડકારો છે. જાહેર આરોગ્‍ય સેવાઓ માટે ભંડોળ નથી અને ઘણી વાર આવી સુવિધા મળતી જ નથી.

૮. પોર્ટ મોરેસ્‍બી, પાપુઆ ન્‍યુ ગિનીઃ સુરક્ષા બાબતની ચિતાઓ, આરોગ્‍ય સુવિધાનો અભાવ અને શિક્ષણની મર્યાદિત પહોંચ પાપુઆ ન્‍યુ ગિનીના પોર્ટ મોરેસ્‍બી શહેરને રહેવા માટે વિશ્વનાં સૌથી મુશ્‍કેલ શહેરોમાંનું એક બનાવે છે.

૯. કીવ, યુક્રેનઃ રશિયા સાથે ચાલી રહેલા સંઘર્ષે યુક્રેનના કીવ શહેરની માળખાકીય સુવિધાઓ, સલામતી અને સેવાઓ પર નાટ્‍યાત્‍મક અસર કરી છે. સાંસ્‍કૃતિક રીતે સમૃદ્ધ હોવા છતાં એની વર્તમાન પરિસ્‍થિતિઓને કારણે રહેવાની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ૧૦. કારાકાસ, વેનેઝુએલાઃ આર્થિક કટોકટી અને રાજકીય અશાંતિ વેનેઝુએલાના કારાકાસમાં જીવનને દુષ્‍કર બનાવે છે. મૂળભૂત ચીજવસ્‍તુઓની અછત, હાઈ ક્રાઇમ રેટ અને નબળી જાહેર સંસ્‍થાઓ દૈનિક જીવનશૈલીને અસર કરે છે.

(2:34 PM IST)