<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ચાંદીમાં ર૦૦૦-સોનામાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદીના ભાવ ૧,૧૭,૦૦૦ ની નવી ટોચે : સોનાના ભાવ વધીને ૧,૦ર,૫૦૦ રૂા.

રાજકોટ, તા., રરઃ બુલીયન માર્કેટમાં ફરી તેજીના પગલે ચાંદીના ભાવે નવી ટોચની સપાટી બનાવી છે. જયારે સોનાના ભાવો પણ નવી સપાટી તરફ જઇ રહયા છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીના પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,૧પ,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૧૭,૦૦૦ રૂા. ની નવી ટોચની સપાટી બનાવી હતી. ચાલુ માસે ચાંદીમાં ૧૧,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. અમેરીકાની ટ્રેડ વોર અને ડીમાન્‍ડને કારણે ચાંદીમાં સતત ભાવવધારો થઇ રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૦૧,પ૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦ર,પ૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,૧પ,૦૦૦ હતા તે વધીને ૧૦,રપ,૦૦૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

થોડા સમય પુર્વે સોનુ ૧૦ ગ્રામના ભાવ એ ૧,૦૩,૦૦૦ રૂા.ની ટોચની સપાટી બનાવ્‍યા બાદ ભાવો ઘટી ગયા હતા. અને ફરી તેજીને પગલે સોનાના ભાવ નવી ટોચની સપાટી તરફ સરકી રહયા છે.

(2:38 PM IST)